પુનર્નિયમ 14:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહિ. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો. ભલે તે લોકો ખાય; અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે. કેમ કે તમે તો યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાંને માતાના દૂધમાં બાફવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તમારે કોઈ પણ પ્રાણીનું મુડદાલ ખાવું નહિ. તારી મધ્યે રહેનાર પરદેશીને તે ખાવાને તું આપે તો ભલે આપે, અથવા તું કોઈ વિદેશીને તે વેચે તો ભલે વેચે, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. બકરીનું બચ્ચું તેની માના દૂધમાં તું ન બાફ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 “કુદરતી રીતે મરી ગયેલા પ્રાણીનું મુડદાલ માંસ તમારે ખાવું નહિ. તમારી વચમાં વસતા પરદેશીને તમે તે ખાવા આપી શકો છો અથવા બીજા પરદેશીઓને તે મુડદાલ વેચી શકો છો પરંતુ તમારે તે ખાવું નહિ; કારણ, તમે તો તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો. “બકરીના કે ઘેટાના બચ્ચાને તેની માના દૂધમાં તમે બાફશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ21 “કુદરતી રીતે મૃત્યુ પામેલ કોઈ પણ પશુપંખીનું માંસ તમાંરે ખાવું નહિ. તમાંરા ગામમાં રહેતા વિદેશીઓને ખાવા માંટે આપવું હોય તો આપવું. ભલે તે લોકો તેનો આહાર કરતાં અથવા કોઈ વિદેશીને તે વેચી શકો છો. કારણ કે તમે તો તમાંરા દેવ યહોવાની પસંદગી પામેલ છો, તમે તેમની પવિત્ર પ્રજા છો અને વળી લવારાને તમાંરે તેની માંતાના દૂધમાં ઉઢાળવું અથવા રૌંધવું નહિ. Faic an caibideil |