પુનર્નિયમ 13:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેમાંની સર્વ લૂંટ તે નગરના ચોકની વચમાં એકઠી કરીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેમાંની સર્વ લૂંટ તેના ચૌટાની વચમાં એકઠી કરીને યહોવા તારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; અને તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તે નગરની લૂંટેલી બધી વસ્તુઓનો નગરના ચોકની વચમાં ઢગલો કરવો અને પછી તમારા ઈશ્વર પ્રભુને સમર્પણ તરીકે તે નગર તથા તેનાં સર્વસ્વને અગ્નિમાં પૂરેપૂરાં બાળી નાખવાં. તે નગર કાયમને માટે ખંડિયેરનો ઢગલો બની રહે, અને ફરી કદી બંધાય નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પછી તમાંરે તે નગરમાંથી પ્રાપ્ત થયેલી બધી વસ્તુઓને રસ્તા વચ્ચે ઢગલો કરીને બાળી નાખવી. પછી સમગ્ર નગરને બાળી નાખવું. શહેર અને તેની લૂંટને યહોવા તમાંરા દેવને દહનાર્પણ તરીકે હોમી દેવું તે નગર સદાને માંટે ખંડેર નિર્જન ટેકરી જેવું જ રહે અને તેને ફરીથી કદી બાંધવામાં આવે નહિ. Faic an caibideil |