પુનર્નિયમ 12:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ તમારે અને તમારા દીકરાએ અને તમારી દીકરીએ, તમારા દાસે અને તમારી દાસીએ તમારા ઘરમાં રહેનાર તમારા લેવીએ યહોવાહ તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં તમારા યહોવાહની સમક્ષ તે ખાવાં; અને જે સર્વને તમે તમારો હાથ લગાડો છો તેમાં યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પણ તારે ને તારા દીકરાએ ને તારી દીકરીએ ને તારા દાસે ને તારી દાસીએ ને તારા ઘરમાં રહેનાર લેવીએ યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં યહોવા તારા ઈશ્વરની સમક્ષ તે ખાવાં. અને જે સર્વને તું તારો હાથ લગાડે છે તેમાં તારે યહોવા તારા ઈશ્વરની સમક્ષ હર્ષ કરવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકરો તથા તમારા નગરમાં વસતા લેવીએ આ અર્પણો તમારા ઈશ્વર પ્રભુ જે એક સ્થાન પસંદ કરે ત્યાં તેમના સાંનિધ્યમાં ખાવાં અને તમારાં કાર્યોમાં મળેલી સફળતા માટે પ્રભુ સમક્ષ આનંદોત્સવ કરવો. Faic an caibideilપવિત્ર બાઈબલ18 આ બધું તમાંરે એક જ જગ્યાએ લાવવું, જે યહોવા તમાંરા દેવ પસંદ કરશે જયાં તમે, તમાંરાં બાળકો અને લેવીઓ યહોવા તમાંરા દેવની સમક્ષ તે તમાંરા નર અને નારી સેવકો, અને તમાંરા શહેરોમાં વસતા સાથે ખાઇ શકો. તમાંરાં પરિશ્રમનાં ફળોનો આનંદ યહોવા સમક્ષ સાથે માંણો. Faic an caibideil |