Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 12:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તમે યર્દન નદી પાર કરીને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપવાના છે તેમાં જ્યારે તમે રહેશો, ત્યારે યહોવાહ તમને ચારે બાજુના દુશ્મનોથી આરામ આપશે કે જેથી તમે બધા સુરક્ષિત રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પણ જ્યારે તમે યર્દનની પાર જઈને જે દેશનો વારસો યહોવા તમારા ઈશ્વર તમને આપવાના છે તેમાં વસો, ને તે તમારા સર્વ શત્રુઓથી તમને ચારે તરફ એવી નિરાંત આપે કે તમે સહીસલામત રહો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 જ્યારે તમે યર્દનની પેલે પાર જઈને તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે આપે, એ દેશમાં જઈને વસવાટ કરો, અને તે તમને આસપાસના તમારા શત્રુઓથી સહીસલામત અને શાંતિમાં રાખે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તમે યર્દન નદી પાર કરીને તમાંરા દેવ-યહોવાએ તમને જે ભૂમિ આપી છે તેમાં જયારે તમે વસવાટ કરશો, ત્યારે યહોવા તમને તમાંરા ચારે દિશાના દુશ્મનોથી રક્ષણ આપશે અને તમે બધા સુરક્ષિત રીતે સુખે રહી શકશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 12:10
27 Iomraidhean Croise  

સુલેમાનના સર્વ દિવસો દરમિયાન દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં હતા.


“ઈશ્વરની સ્તુતિ થાઓ, જેમણે પોતાનાં આપેલા સર્વ વચનો પ્રમાણે પોતાના ઇઝરાયલી લોકોને વિશ્રામ આપ્યો છે. જે સર્વ વચનો તેમણે પોતાના સેવક મૂસાની મારફતે આપ્યાં હતાં તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી.


“યહોવાહ, તમારા ઈશ્વર તમારી સાથે છે અને તેમણે ચારેતરફ તમને શાંતિ આપી છે. પ્રદેશના રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે. યહોવાહ તથા તેમના લોકોની સામે, પ્રદેશ પરાજિત થયો છે.


હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.


યહોવાહે જવાબ આપ્યો, “મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ.”


પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”


તેની કારકિર્દીમાં યહૂદિયાનો ઉદ્ધાર થશે અને ઇઝરાયલ સુરક્ષિત રહેશે. અને યહોવાહ અમારું ન્યાયીપણું છે. એ નામથી તેઓ તમને બોલાવશે.


જુઓ, જે દેશોમાં મેં મારા કોપમાં તથા મારા ક્રોધમાં અને ભયંકર રોષમાં મેં તેઓને હાંકી કાઢ્યા છે. ત્યાંથી તેઓને પાછા એકત્ર કરીશ અને આ જગ્યાએ હું તેઓને પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ.


હર્ષ તથા આનંદનો સાદ, વરવધૂનો કિલ્લોલ કરતો સાદ અને સૈન્યોના યહોવાહની સ્તુતિ કરો, કેમ કે યહોવાહ સારા છે તેમની કૃપા સદાકાળ ટકે છે,’ એવું કહેનારોનો સાદ અને યહોવાહના ઘરમાં આભારાર્થાર્પણો લાવનારોનો સાદ હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ. એમ યહોવાહ કહે છે.


તેઓ તેમાં સુરક્ષિત રહેશે અને ઘરો બાંધશે, દ્રાક્ષવાડીઓ રોપશે, તેઓની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓનો ન્યાય કરીને હું સજા કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું!”


હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ, જેથી મારાં ઘેટાં ખુલ્લા અરણ્યમાં સુરક્ષિત રહેશે અને શાંતિથી જંગલમાં સૂઈ જશે.


હવે પછી કદી તેઓ પ્રજાઓની લૂંટ કરશે નહિ, હવે પછી પૃથ્વીનાં જંગલી પશુઓ તેઓને ખાઈ જશે નહિ, કેમ કે તેઓ નિશ્ચિંત રહેશે અને બીશે નહિ.


તું કહે કે, હું ખુલ્લા દેશ પર એટલે જેઓ કોટ વગરના સ્થળે રહે છે, જેમને દીવાલો કે દરવાજા નથી પણ શાંતિ તથા સલામતીમાં રહેતા લોકો પર હું ચઢાઈ કરું.


લાંબા સમય પછી તને યાદ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું તલવારથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા લોકોના દેશમાં, એટલે ઇઝરાયલના ઉજ્જડ પડેલા પર્વતો પર આવશે. પણ દેશના લોકોને વિદેશીઓમાંથી બહાર કાઢી લાવેલા છે, તેઓ નિર્ભય રહેશે!


કેમ કે જે દેશ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યો છે તેનું વતન પામવા માટે તમે યર્દન નદી પાર કરીને જવાના છો, તમે તેનું વતન પામીને તેમાં રહેશો.


પિસ્ગાહ પર્વતના શિખર પર ચઢ, તારી આંખો ઊંચી કરીને પશ્ચિમબાજુ, ઉત્તરબાજુ, દક્ષિણબાજુ તથા પૂર્વબાજુ જો તારી આંખોથી જોઈ લે, તું આ યર્દનની પાર જવા પામવાનો નથી.


પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, “તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે; યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે. અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે.”


ઇઝરાયલ સલામતીમાં રહે, યાકૂબનો રહેઠાણ એકલો, ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.


હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. પણ તમે પેલી પાર જશો. અને એ ઉતમ દેશનું વતન પ્રાપ્ત કરશો.


હે ઇઝરાયલ સાંભળ; તારા કરતાં મહાન અને શક્તિશાળી દેશજાતિઓનું મોટાં તથા ગગનચુંબી કોટવાળાં નગરોનું વતન પ્રાપ્ત કરવા સારુ તું આજે યર્દન નદી પાર ઊતરવાનો છે,


જેમ યહોવાહે મૂસાને જે કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. યહોશુઆએ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે તે વારસામાં આપ્યો. પછી દેશમાં યુદ્ધને બદલે શાંતિ પ્રસરેલી રહી.


ઇઝરાયલના લોકોએ કનાન દેશના ભાગોને વારસા તરીકે પ્રાપ્ત કર્યા, એલાઝાર યાજકે, નૂનના દીકરા યહોશુઆએ અને તેઓના પિતૃઓના કુળના આગેવાનોએ ઇઝરાયલના કુટુંબનાં લોકોને વારસા તરીકે વહેંચી આપ્યાં.


ઇઝરાયલના સઘળાં લોકો કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા ત્યાં સુધી યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા.


રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા.


ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે ઊભો કર્યો. તેનું નામ એબેન-એઝેર પાડીને, કહ્યું, “અત્યાર સુધી ઈશ્વરે આપણી સહાય કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan