પુનર્નિયમ 1:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 “તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેથી તમારાં કુળોના મુખ્યો જેઓ બુદ્ધિમાન તથા નામીચા પુરુષો હતા તેઓને લઈને મેં તેઓને તમારા અધિકારીઓ ઠરાવ્યા, એટલે જેવાં તમારાં કુળો તે પ્રમાણે હજારહજાના આગેવાનો, તથા સોસોના આગેવાનો, તથા દશદશના આગેવાનો, તથા અમલદારપ [ઠરાવ્યા]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તેથી તમારા કુળોમાંથી તમે પસંદ કરેલા શાણા અને પ્રતિષ્ઠિત પુરુષોને લઈને મેં તેમને તમારા અધિકારીઓ તરીકે નીમ્યા: કેટલાકને હજાર હજારના ઉપરી, કેટલાકને સો સોના ઉપરી, કેટલાકને પચાસ પચાસના ઉપરી, તો કેટલાકને દશ દશના ઉપરી ઠરાવ્યા. તમારાં કુળો માટે બીજા અધિકારીઓ પણ નીમ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ15 “તેથી પ્રત્યેક કુળમાંથી હોશિયાર અને અનુભવી માંણસોને મેં પસંદ કર્યા અને તેઓને તમાંરા આગેવાનો અને અમલદારો તરીકે નિમ્યા; કેટલાકને 1,000ના, કેટલાકને 100ના, કેટલાકને 50ના તો કેટલાકને 10ના આગેવાનો બનાવ્યા. અને મેં બીજાને પ્રત્યેક કુળસમૂહના અમલદારો નીમ્યાં. Faic an caibideil |