દાનિયેલ 9:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તે એક અઠવાડિયાં સુધી કરારને પાકો કરશે. તે અઠવાડિયાની વચ્ચેના દિવસોમાં બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. ધિક્કારપાત્રની પાંખ પર વેરાન કરનાર આવશે. જે નિર્માણ થયેલું છે તે પૂરું થતા સુધી વેરાન કરનાર પર કોપ રેડવામાં આવશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તે ઘણાઓની સાથે એક અઠવાડિયા સુધીનો પાકો કરાર કરશે; અને એ અઠવાડિયાની અધવચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. પછી ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર [આવશે] ; અને જે નિર્માણ થયેલું છે તે પૂરું થતાં સુધી વેરાન કરનાર પર [ક્રોધ] રેડવામાં આવશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 એ રાજા ઘણા લોકો સાથે એક સપ્તાહ સુધી પાકો કરાર કરશે અને સપ્તાહની અધવચ્ચે બલિદાનો અને અર્પણો બંધ કરાવશે. મંદિરની ટોચે અત્યંત ધૃણાજનક વસ્તુ મૂકાશે અને તેને ત્યાં મૂકનારને માટે ઈશ્વરે નક્કી કરેલા અંત સુધી એ ધૃણાસ્પદ વસ્તુ ત્યાં રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 “એ સેનાપતિ અન્ય લોકો સાથે સાત દિવસનું કબૂલાતનામું બનાવશે, તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે; અને તે સમય દરમ્યાન વિનાશ નોતરશે, અને ધૃણાસ્પદ વસ્તુઓ કરશે. ત્યાં સુધી, જ્યારે અંતમાં યહોવાનો ચુકાદો તેની પર લાગુ કરવામાં આવશે.” Faic an caibideil |