દાનિયેલ 9:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્તનો નાશ કરવામાં આવશે અને તેની પાસે કંઈ રહેશે નહિ. એક સેનાપતિ સૈન્ય સાથે આવશે. અને નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે. તેનો અંત રેલની જેમ આવશે અને અંત સુધી યુદ્ધ ચાલશે. વિનાશ નિર્માણ થયેલો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. [તેની] પાયમાલી નિર્માણ થયેલી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 એ સમયને અંતે ઈશ્વરના અભિષિક્ત આગેવાનને અન્યાયથી મારી નાખવામાં આવશે. તે પછી એક પરાક્રમી રાજાના આક્રમક સૈન્યથી શહેરનો અને મંદિરનો નાશ થશે. રેલની જેમ અંત આવશે અને તે ઈશ્વરે નક્કી કર્યા મુજબ યુદ્ધ અને વિનાશ લાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 બાસઠ અઠવાડિયાઁ પછી એ અભિષિકતનો વધ કરવામાં આવશે અને કોઇ તેનો પક્ષ નહિ લે. એક સેનાપતિ સૈના સાથે આવીને નગરીનો અને મંદિરનો નાશ કરશે; એનો અંત અચાનક રેલની જેમ આવશે અને અંતીમ સુધી નિર્માયેલાં યુદ્ધ અને વિનાશ ચાલ્યા કરશે. Faic an caibideil |