દાનિયેલ 9:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અપરાધનો અંત લાવવાને, પાપનો અંત લાવવાનો, દુષ્ટતાનું શુદ્ધિકરણ કરવાને, અનંતકાળનું ન્યાયીપણું લાવવાને, સંદર્શન તથા ભવિષ્યવાણી અમલમાં મૂકવાનું, પરમપવિત્રનો અભિષેક કરવાનું તારા લોકો અને તારા નગરને માટે નિર્માણ કરેલાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 “તારા લોક તથા તારા પવિત્ર શહેરને પાપ અને દુષ્ટતાથી દૂર કરવાની ઈશ્વરની મુદ્દત સાતગણા સિત્તેર વર્ષની છે. પાપ માફ કરવામાં આવશે અને સાર્વકાલિક ન્યાય સ્થાપન કરાશે એટલે દર્શન અને ભવિષ્યકથન સાચાં પડશે અને પવિત્ર મંદિરની પુન:સ્થાપના કરાશે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 “તમારા લોકો માટે અને તમારી નગરી માટે સિત્તેર અઠવાડિયાં નક્કી થયાં છે, જેમાં દુષ્કૃત્યો બંધ કરવાના છે, પાપનો અંત લાવવાનો છે, અપરાધોની સજા ભોગવવાની છે. અને સૌથી પવિત્રને સમર્પિત થવાનું છે. Faic an caibideil |