દાનિયેલ 7:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આ પછી રાત્રે મેં મારા સ્વપ્નમાં ચોથું પશુ જોયું. તે ભયાનક, ડરામણું અને ઘણું બળવાન હતું. તેને મોટા લોખંડના દાંત હતા; તે ભક્ષ કરતું, ભાંગીને ટુકડેટુકડા કરતું હતું અને બાકી રહેલાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. તે બીજા પશુઓ કરતાં અલગ હતું અને તેને દસ શિંગડાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 એ પછી હું રાતના સંદર્શનોમાં જોતો હતો, તો જુઓ, એક ચોથું જાનવર દેખાયું, તે ભયંકર, મજબૂત અને અતિશય બળવાન હતું.તેને લોઢાના મોટા દાંત હતા; તે ફાડી ખાતું તથા ભાંગીને ટુકડેટુકડા કરતું હતું ને બાકી રહેલાઓને પોતાના પગથી કચરી નાખતું હતું. તેની અગાઉના સર્વ પશુઓ કરતાં તે જૂદું હતું. તેને દશ શિંગડાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 હું જોતો હતો એવામાં ચોથું પ્રાણી દેખાયું. તે શક્તિશાળી, ખતરનાક અને ભયાનક હતું. પોતાના મોટા લોખંડી દાંતથી તે શિકારને ફાડી ખાતું અને પછી પગ તળે તેને છૂંદી નાખતું હતું. પેલાં અન્ય પ્રાણીઓથી એ જુદા પ્રકારનું હતું, કારણ, તેને દસ શિંગડાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ7 “પછી રાત્રે મેં મારા સંદર્શનમાં એક ચોથું પ્રાણી જોયું. તેનું વર્ણન થઇ ન શકે તેવું ભયાનક અને મજબૂત તે હતું. તે તેના શિકારને લોખંડના મોટા દાંત વડે ચીરીને ખાતું હતું. અને બીજાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. બીજા બધા પ્રાણીઓ કરતાં તે ઘણું જ વધારે ક્રુર અને ઘાતકી હતું અને તેને દશ શિંગડાં હતાં. Faic an caibideil |