દાનિયેલ 4:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તેજ સમયે મારી બુદ્ધિ મારી પાસે પાછી આવી, મારા રાજ્યના પ્રતાપને કારણે મારું ગૌરવ તથા મારો વૈભવ મારી પાસે પાછાં આવ્યાં. મારા સલાહકારો અને મારા અમીર ઉમરાવોએ મારા પક્ષમાં પોકાર કર્યો. મને મારા સિંહાસન પર પાછો બેસાડવામાં આવ્યો અને મને ઘણું માહાત્મ્ય મળ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 તે જ વખતે મારી સમજશક્તિ મારામાં પાછી આવી. અને મારા રાજ્યના ગૌરવને માટે મારો પ્રતાપ તથા વૈભવ મારામાં પાછો આવ્યો. મારા મંત્રીઓ તથા મારા અમીરઉમરાવો મારું સન્માન કરીને મારી પાસે આવ્યા; હું મારા રાજ્યમાં ફરી સ્થાપિત થયો, ને તેની સાથે ઉત્તમ મહત્વ પણ મને મળ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 “મારામાં સમજશક્તિ પાછી આવી એટલે મને મારી પ્રતિષ્ઠા, મારો પ્રતાપ અને મારો રાજવૈભવ પાછાં મળ્યાં. મારા અધિકારીઓ અને પ્રધાનોએ મારો આવકાર કર્યો અને અગાઉના કરતાં વિશેષ માનથી મારો રાજ્યાધિકાર મને પાછો સોંપ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ36 જ્યારે મારી બુદ્ધિ ઠેકાણે આવી, અને મારું ગૌરવ, મારો પ્રતાપ અને મારો વૈભવ મને પાછા મળ્યાં. મારા સલાહકારો અને અધિકારીઓ મને શોધતા આવ્યા અને મને મારા રાજ્યના વડા તરીકે પુન:સ્થાપિત કરવામાં આવ્યો. અને મારા ગૌરવમાં અગાઉ કરતાં ઘણી વૃદ્ધિ થઇ. Faic an caibideil |