દાનિયેલ 2:45 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 તમે જોયું કે, પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 આપે જોયું કે પેલી શિલા પર્વતમાંથી કોઈ [માણસના] હાથ [અડક્યા] વગર કાપી કાઢવામાં આવી, ને તેણે લોઢાને, પિત્તળને, માટીને, રૂપાને તથા સોનાને ભાંગીને ચૂરેચૂરા કર્યા, તે ઉપરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. ચોક્કસ એ [આપનું] સ્વપ્ન છે, ને આ તેનો સાચો ખુલાસો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.45 કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડી ગયેલા પથ્થરે પેલી લોખંડ, તાંબુ, માટી, ચાંદી, અને સોનાની મૂર્તિનો ભાંગીને ભૂક્કો કર્યો તે આપે જોયું હતું. મહાન ઈશ્વરે ભવિષ્યમાં જે બનવાનું છે તે આપ નામદારને બતાવ્યું છે. આપને આવેલું સ્વપ્ન ચોક્કસ અને તેનો અર્થ સાચો છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ45 “તમે જોયું હતું કે, કોઇનો હાથ અડ્યા વગર જ પર્વતમાંથી પથ્થર કપાઇ ને બહાર પડતો હતો અને તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા, તેનો આ અર્થ છે. આમ મહાન દેવે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે. આ જ તમારું સ્વપ્ન છે અને આ જ તેનો સાચો અર્થ છે.” Faic an caibideil |