Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 2:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 પછી લોખંડ, માટી, કાંસું, ચાંદી અને સોનું બધાના ટુકડેટુકડા થઈ ગયા. અને તે ઉનાળાંમાં ખળામાંના ભૂસાની માફક થઈ ગયાં. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામોનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરેચૂરા કરવામાં આવ્યા, તે ઉનાળાના ખાળમાંના ભૂસા જેવાં થઈ ગયાં; અને પવન તેમને એવી રીતે [ઊડાડી] લઈ ગયો કે તેમનું ઠામઠેકાણું રહ્યું નહિ. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો, ને તેની આખી પૃથ્વી ભરાઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 તરત જ લોખંડ, માટી, તાંબુ, ચાંદી અને સોનું ભાંગીને ભૂકો થઈ ગયાં અને ઉનાળામાં ખળાની ધૂળ જેવા બની ગયાં. પવનથી એ બધું એવું ઊડી ગયું કે એનું નામનિશાન રહ્યું નહિ. પણ પેલો પથ્થર મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 એ પછી લોખંડ, માટી, કાંસા, ચાંદી અને સોનું બધાંના ટુકડેટુકડા થઇ ગયા અને ઉનાળામાં અનાજ ઝૂડવાના ખળામાંના ભૂસાની જેમ પવન તેમને એવો તો ઉડાડીને લઇ ગયો કે, ક્યાંય તેમનું નામોનિશાન ન રહ્યું. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે વધીને મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઇ ગઇ.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 2:35
28 Iomraidhean Croise  

તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે; અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે.


પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.


પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે.


થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.


પણ જ્યારે હું ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ.


તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે.


આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” સેલાહ


હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે.


મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.


હે વિદેશીઓ, સાંભળો, તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે: હે દૂર દેશના લોકો તમે યુદ્ધને માટે સજ્જ થાઓ અને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે; સજ્જ થાઓ અને ભાંગીને ચૂરેચૂરા થઈ જાઓ.


તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.


તેઓ સવારના વાદળના જેવા, જલદી ઊડી જતા ઝાકળના જેવા, પવનથી ખળીમાંથી તણાઈ જતા ભૂસા જેવા, ધુમાડિયામાંથી નીકળતા ધુમાડા જેવા થશે.


યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, અને તારી ખરીઓ કાંસાની બનાવીશ; તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાહને, અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.”


તે દિવસે એવું થશે કે હું યરુશાલેમને સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ. જે કોઈ તેને ઉપાડશે તે પોતે ઘાયલ થશે. પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તેની વિરુદ્ધ એકઠી થશે.


કેમ કે સર્વ શત્રુઓને તે પોતાના પગ તળે કચડી નહિ નાખે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.


પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે ‘આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.’”


તોપણ તે અજગર તેટલો બળવાન ન હતો. તે જીતી શક્યો નહિ અને તેને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ.


પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ અદ્રશ્ય થઈ ગયા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan