દાનિયેલ 12:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 “તે સમયે તારા લોકોની રક્ષા કરનાર મહાન રાજસરદાર મિખાએલ ઊભો થશે. અને સંકટનો એવો સમય આવશે કે પ્રજાઓ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધીમાં એવો સમય કદી આવ્યો નથી. તે સમયે તારા લોકો જેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખાયેલાં માલૂમ પડશે છે તેઓ બચી જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તે સમયે મહાન સરદાર મિખાયેલ, જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે, તે ખડો થશે; અને એવા સંકટનો સમય આવશે કે [પહેલવહેલી] પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. એ સમયે તારા લોકોમાંના જેઓ [નાં નામ] પુસ્તકમાં નોંધાયેલાં માલૂમ પડશે તે દરેકનો બચાવ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા દૂતે કહ્યું, “તે સમયે તારા લોકનું રક્ષણ કરનાર મહાન દૂત મિખાયેલ પ્રગટ થશે. તે વખતે, રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી કદી આવ્યો ન હોય એવો મોટા સંકટનો સમય આવશે. એ સમય આવે ત્યારે તારી પ્રજાના જે લોકનાં નામ ઈશ્વરના પુસ્તકમાં નોંધાયેલાં છે તેમનો બચાવ થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 “‘તે સમયે તારા દેશબંધુઓની રક્ષા કરનાર મહાન દેવદૂત મિખાયેલ ઊભો થશે. પ્રજાઓ ઉત્પન્ન થઇ ત્યારથી અત્યાર સુધીમાં કદી ન આવ્યો હોય એવો ભારે સંકટનો સમય યહૂદીઓ માટે આવશે, તેમ છતાં જેનું નામ જીવનનાઁ પુસ્તકમાં લખાયેલું છે એવા તારા લોકમાંના દરેક જણનો બચાવ થશે. Faic an caibideil |