દાનિયેલ 11:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તે પ્રાંતના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરશે, તેના પિતૃઓએ કે તેના પિતૃઓના પિતૃઓએ કદી કર્યું નહોતું તેવું તે કરશે; તે તેઓ મધ્યે લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે. તે થોડા સમય માટે જ કિલ્લેબંદીવાળા નગરો પર ચઢાઈ કરવાની યોજના કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તે નિર્ભય વખતમાં પ્રાંતના સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશો પર ચઢી આવશે; અને જે તેના પૂર્વજોએ તથા તેના પૂર્વજોના પૂર્વજોએ કર્યું નહોતું તે તે કરશે. તે તેઓમાં લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે; અને કેટલાક વખત સુધી તે કિલ્લાઓની વિરુદ્ધ પોતાની યોજના યોજશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તે સમૃદ્ધ પ્રદેશ પર ઓચિંતો હુમલો કરશે અને તેના પૂર્વજોમાંના કોઈએ ન કર્યાં હોય એવાં કામ કરશે. યુદ્ધમાં મેળવેલી લૂંટ અને મિલક્ત તે પોતાના સાથીઓને વહેંચી આપશે. તે કિલ્લાઓ પર ચઢાઈ કરવાની યોજનાઓ ઘડી કાઢશે, પણ તેનો સમય જલદી પૂરો થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 “‘તે શાંતિના સમયમાં તે પ્રદેશના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઇ કરશે અને તેના પિતૃઓએ કદી કર્યું નહોતું એવું તે કરશે; તે ધનવાનોનું ધન અને સંપતિ લઇ જશે અને તેના પોતાના સાથીઓમાં વહેંચી દેશે. તે કિલ્લેબંદીવાળા નગરો ઉપર ચઢાઇ કરવાની યોજના કરશે પણ તે થોડા સમય માટે જ. Faic an caibideil |