Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે પછી, દક્ષિણનો રાજા ટાપુઓ પર ધ્યાન આપશે અને તેઓમાંના ઘણાનો કબજો કરશે. પણ સેનાપતિ તેની ઉદ્ધતાઈનો અંત લાવશે અને તેણે કરેલી ઉદ્ધતાઈ પાછી વાળીને તેના પર લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 એ પછી તે ટાપુઓ તરફ નજર કરશે, ને [તેમાંના] ઘણા લઈ લેશે. તેણે કરેલું અપમાન એક સરદાર દૂર કરશે. હા, બલકે તેણે કરેલું અપમાન પાછું વાળીને તેને જ શિર તે નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 ત્યારપછી તે સમુદ્રકાંઠાનાં રાજ્યો પર આક્રમણ કરશે અને તેમાંનાં ઘણાને જીતી લેશે. પણ એક પરદેશી રાજા તેનો પરાજ્ય કરશે, તેનો ગર્વ ઉતારી પાડશે અને તેનું અપમાન તેને પાછું વાળી આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “‘તે પછી તે સમુદ્ર તટના નગરો ઉપર હુમલો કરશે અને ઘણા પ્રદેશો કબજે કરશે. પણ એક સેનાપતિ તેના અત્યાચારનો અંત લાવશે, જો કે, તે એવું કરશે કે, અત્યાચારના બદલામાં અત્યાચાર ન કરી શકે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:18
10 Iomraidhean Croise  

અહાશ્વેરોશ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના ટાપુઓ ઉપર કર નાખ્યો.


હું તેઓની મધ્યે એક સમર્થ ચિહ્ન દેખાડીશ. પછી હું તેઓમાંના બચેલાઓને વિદેશીઓની પાસે મોકલીશ: એટલે તાર્શીશ, પૂલ તથા લૂદએ, ધનુર્ધારીઓની પાસે, તુબાલ, યાવાન અને દૂરના દ્વીપોમાં, જ્યાંના લોકોએ મારા વિષે સાંભળ્યું નથી કે મારો મહિમા જોયો નથી. તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”


પેલી પાર કિત્તીમના દ્રિપોમાં જઈને જુઓ અને કેદારમાં મોકલીને ખંતથી શોધો અને જુઓ કે આવું કદી બન્યું છે ખરું?


હે પ્રજાઓ, તમે યહોવાહના વચન સાંભળો અને દૂર દૂરના દ્વીપોને તે પ્રગટ કરો. જેણે ઇઝરાયલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા તે પોતે જ તેઓને એકત્ર કરશે. અને પોતાનાં ટોળાંની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.


તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં; તારું તૂતક સાયપ્રસ બેટોથી સરળ કાષ્ટની તથા હાથીદાંતથીજડિત બનાવવામાં આવ્યું હતું.


એફ્રાઇમે યહોવાહને ઘણા ગુસ્સે કર્યાં છે. તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે અને તેઓએ જે અપરાધો કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે.


હવે તેઓ યહોવાહથી બીશે અને તે આખી પૃથ્વીના બધા દેવોને મહેણાં મારશે. દરેક તેમની આરાધના કરશે, દરેક પોતપોતાના સ્થળેથી, હા, દરેક સમુદ્રકિનારેથી તેમની આરાધના કરશે.


કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.


અદોની-બેઝેકે કહ્યું, “સિત્તેર રાજાઓ, જેઓનાં હાથ તથા પગના અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા, તેઓ ભોજનના મારા ટેબલ નીચેનો ખોરાક વીણીને ખાતા હતા. જેવું મેં કર્યું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા અને ત્યાં તે મૃત્યુ પામ્યો.


Lean sinn:

Sanasan


Sanasan