દાનિયેલ 11:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ઉત્તરનો રાજા પોતાના આખા રાજ્યના બળ સહિત આવશે, તે દક્ષિણના રાજા સાથે કરાર કરશે. તે દક્ષિણના રાજ્યનો નાશ કરવા માટે દક્ષિણના રાજાને પોતાની દીકરી લગ્ન કરવા માટે આપશે, પણ તે યોજના સફળ થશે નહિ કે તેને મદદ મળશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પછી પોતાના આખા રાજ્યના બળસહિત તથા વાજબી શરતો લઈને, તે આવવાનો નિશ્ચય કરશે, અને તે [પોતાની મરજી પ્રમાણે] કરશે. અને તે તેને એ માટે આપશે કે, તે તેનો નાશ કરે. પણ તેની [મુરાદ] બર આવવાની નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 “અરામનો રાજા પોતાના સમગ્ર સૈન્ય સહિત ચઢાઈનું આયોજન કરશે. દુશ્મનના રાજ્યનો નાશ કરવા માટે તે તેની સાથે રાજકીય સંબંધ બાંધશે અને તેની સાથે પોતાની પુત્રીનું લગ્ન કરાવવાની તૈયારી બતાવશે; પણ તેની યોજના પાર પડશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ17 પછી સમગ્ર મિસરને સર કરવા માટે તે યોજનાઓ ઘડશે અને તેની સાથે સંધિ કરશે, તે તેના રાજ્યનો નાશ કરવા માટે તેને એક કુંવરી પરણાવશે, પણ એ યોજના કામ નહિ આવે અને તેથી એને કશો લાભ નહિ થાય. Faic an caibideil |