કલોસ્સીઓ 2:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતું, અને આપણને પ્રતિકૂળ હતું, તેને ભૂંસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 આપણી વિરુદ્ધ જનાર ખતને તેના બંધનર્ક્તા નિયમો સહિત તેમણે ક્રૂસ પર જડી દઈને નાબૂદ કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 આપણે દેવના નિયમનો ભંગ કર્યો તેથી આપણે દેવાદાર બન્યા. જે નિયમોને અનુસરવામાં આપણે નિષ્ફળ રહ્યાં, તેને કરજની યાદી દર્શાવે છે. પરંતુ દેવે આપણું બધું જ કરજ માફ કર્યુ. દેવે આપણું કરજ લઈ લીધું અને તેને વધસ્તંભ પર ખીલાથી જડી દીધું. Faic an caibideil |
ત્યાર બાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિમાં અને દરેક પ્રાંતની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું; અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.