Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે સુવાર્તા તમારી પાસે આવી છે, જે આખા દુનિયામાં ફેલાઈને ફળ આપે છે તથા વધે છે તેમ; જે દિવસથી તમે સત્યમાં ઈશ્વરની કૃપા વિશે સાંભળ્યું તથા સમજ્યા તે દિવસથી તે તમારામાં પણ ફળ આપે છે તથા વધે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે [સુવાર્તા] તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં પણ ફેલાઈ છે અને ફળ આપે છે તથા વધે છે તેમ; જે દિવસથી તમે સત્યમાં ઈશ્વરની કૃપા સાંભળી તથા સમજયા તે દિવસથી તે તમારામાં પણ [ફળ આપે છે તથા વધે છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તમે પ્રથમ ઈશ્વરની કૃપા વિષે સાંભળ્યું અને તેની સત્યતા વિષે જાણ્યું એ દિવસથી તમારામાં જેમ બની રહ્યું છે તેમ જ શુભસંદેશ આશિષો લાવે છે અને સમગ્ર દુનિયામાં ફેલાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જ્યારે તમને સુવાર્તા આપવામાં આવી ત્યારે સુવાર્તા આશીર્વાદ વરસાવી રહી છે. જ્યારે તમે તે સુવાર્તા પ્રથમ સાંભળી અને દેવની કૃપાની (દયા) સત્યતા તમે સમજયા તે સમયે પણ આમ જ બન્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 1:6
36 Iomraidhean Croise  

તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.


તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.


સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.


એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.


ઈસુએ તેઓને કહ્યું કે, ‘આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો.


બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં; અને તેઓએ ઊગીને તથા વઘીને ફળ આપ્યાં, ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં.


તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યાં છે; અને તમને મોકલ્યા છે, કે તમે જઈને ફળ આપો; અને તમારાં ફળ કાયમ રહે. જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.


તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.


પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે.


આ વાતો સાંભળીને તેઓ ચૂપ રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતા કહ્યું કે, ઈશ્વરે બિનયહૂદીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે.


પણ ઈશ્વરનું વચન પ્રસરતું અને વૃદ્ધિ પામતું ગયું.


અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા.


કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.’”


હવે ભાઈઓ, હું નથી ઇચ્છતો કે તમે તે વિષે અજાણ્યા રહો, કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું, પણ હજી સુધી મને અડચણ નડી છે.


એટલે યરુશાલેમથી રવાના થઈને ફરતાં ફરતાં છેક ઇલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે એ વિષે જ હું બોલીશ.


તેથી એ કામ પૂરું કરીને અને તેઓને માટે તે ફળ અવશ્ય પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ.


તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દૃઢ કરવાને જે શક્તિમાન છે.


કેમ કે જાણે કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ, તેમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. કેમ કે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવામાં અમે પ્રથમ હતા કે જેઓ તમારા સુધી આવ્યા.


અમે, તેમની સાથે કામ કરનારા, તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહિ.


ઈશ્વરની જે કૃપા તમારે સારુ મને આપવામાં આવી છે, તેના કારભાર વિષે તમે સાંભળ્યું હશે કે.


જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,


અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.


કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.


વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.


હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું.


તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ.


એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દૃઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ડગી જાઓ નહિ, તો; એ સુવાર્તા આકાશની નીચેના સર્વ મનુષ્યોને પ્રગટ કરાઈ છે; અને તે સુવાર્તાનો હું પાઉલ સેવક થયો છું.


કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહિ, પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો.


અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે.


પણ પ્રભુને પ્રિય ભાઈઓ, તમારે વિષે અમારે હંમેશા ઈશ્વરની સ્તુતિ કરવી રહી, કેમ કે ઈશ્વરે તમને ઉદ્ધારના પ્રથમ ફળો તરીકે આત્માનાં પવિત્રીકરણ અને સત્યમાં વિશ્વાસથી પસંદ કરેલા છે,


સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, અને વિનંતી કરીને સાક્ષી આપી છે કે જે કૃપામાં તમે સ્થિર ઊભા રહો છો, તે ઈશ્વરની ખરી કૃપા છે.


Lean sinn:

Sanasan


Sanasan