Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 7:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી યહોવાહે મને આમ દર્શાવ્યું; જુઓ, પ્રભુ પોતે હાથમાં ઓળંબો પકડીને ઓળંબે ચણેલી ભીંત પાસે ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ફરી તેમણે મને આમ દર્શાવ્યું:પ્રભુ પોતાના હાથમાં ઓળંબો લઈને ઓળંબે ચણેલી ભીંત પાસે ઊભા રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 મને ફરીથી પ્રભુ તરફથી દર્શન થયું. તેમાં મેં જોયું તો પ્રભુ હાથમાં ઓળંબો લઈને ઓળંબા પ્રમાણે બંધાયેલી દીવાલ પાસે ઊભા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી યહોવાએ મને દ્રશ્ય બતાવ્યું. પોતે હાથમાં ઓળંબો પકડીને ભીંત પાસે ઊભા છે. દીવાલની સપાટી માપવા માટે ઓળંબો વપરાય છે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 7:7
13 Iomraidhean Croise  

તેના ઉપર ઈશ્વર ઊભા હતા અને તેમણે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમ તથા ઇસહાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું ઊંઘે છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ.


પછી તેણે મોઆબીઓને હરાવ્યા અને તેઓના માણસોને ભૂમિ પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે મારી નાખવા માટે બે દોરીઓ જેટલા માપ્યા અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા માપ્યા. તેથી મોઆબીઓ દાઉદના ચાકરો થઈ તેને ખંડણી આપતા થયા.


હું સમરુનની માપદોરી તથા આહાબના કુટુંબનો ઓળંબો યરુશાલેમ પર ખેંચીશ, જેમ માણસ થાળીને સાફ કરે છે તેમ હું યરુશાલેમને સાફ કરીને ઊંધું વાળી નાખીશ.


હું ઇનસાફને દોરી અને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરાનાં તોફાનથી તણાઈ જશે અને સંતાવાની જગા પર પાણીનું પૂર ફરી વળશે.


પણ જંગલી પક્ષીઓ અને પ્રાણીઓ નું તે વતન થશે; ઘુવડ તથા કાગડા ત્યાં તેમના માળા બાંધશે. અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે.


યહોવાહે સિયોનની દીકરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે. તેમણે માપવાની દોરી લંબાવી છે અને તેનો નાશ કરવાથી પોતાનો હાથ પાછો પડવા દીધો નથી. તેમણે બુરજ તથા દીવાલોને ખેદિત કર્યા છે અને તેઓ એકસાથે ખિન્ન થાય છે.


તે મને ત્યાં લાવ્યા. જુઓ, ત્યાં પિત્તળની જેમ એક ચળકતો માણસ હતો. તેના હાથમાં માપવા માટે શણની દોરી તથા માપદંડ હતાં, તે નગરના દરવાજા આગળ ઊભો હતો.


યહોવાહને એ વિષે પશ્ચાત્તાપ થયો, પ્રભુ યહોવાહ કહે છે, “એ પણ થશે નહિ.”


યહોવાહે મને કહ્યું કે, “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઓળંબો.” પછી પ્રભુએ કહ્યું, “જુઓ, હું મારા ઇઝરાયલ લોકોમાં આ ઓળંબો મૂકીશ. હું ફરીથી તેમને માફ કરીશ નહિ.


નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. “યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે.”


લાકડી જેવી એક માપપટ્ટી મને અપાઈ અને કહેવામાં આવ્યું કે ‘તું ઊઠ, ઈશ્વરના ભક્તિસ્થાન તથા યજ્ઞવેદીનું માપ લે તથા ત્યાંના ભજન કરનારાઓની ગણતરી કર.


મારી સાથે જે સ્વર્ગદૂત બોલતો હતો, તેની પાસે નગર, દરવાજા અને દીવાલનું માપ લેવાની સોનાની લાકડી હતી.


Lean sinn:

Sanasan


Sanasan