Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 7:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 એ તીડો દેશનું ઘાસ ખાઈ રહ્યાં ત્યારે મેં કહ્યું કે, “હે પ્રભુ યહોવાહ કૃપા કરીને અમને માફ કરો; યાકૂબ કેવી રીતે જીવતો રહી શકે? કેમ કે તે નાનો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેઓ દેશમાંનું ઘાસ ખાઈ રહ્યાં ત્યારે મેં કહ્યું, “હે પ્રભુ યહોવા, કૃપા કરીને ક્ષમા કરો; યાકૂબ કેમ કરીને નભી શકશે? કેમ કે તે નાનો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 દર્શનમાં મેં જોયું તો તીડો ધરતી પરનું બધું ઘાસ ખાઈ ગયાં. ત્યારે મેં પ્રભુને વિનવણી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા લોકોને ક્ષમા કરો. તેઓ તો જૂજ અને નબળા છે; તેઓ કેવી રીતે નભી શકશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે તીડો ખેતર પરનું ઘાસ ખાઇ ગયા ત્યારે મે કહ્યું, “હે સૈન્યોનો દેવ યહોવા અમને માફ કરો. આ પછી ઇસ્રાએલીઓ કેવી રીતે જીવતા રહી શકે? કેમકે તેઓ નાના છે તે માટે.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 7:2
20 Iomraidhean Croise  

હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.


ઢગલાબંધ તીડો ભૂમિ પર છવાઈ ગયાં. તેઓથી ભૂમિ ઢંકાઈ ગઈ. કરાથી સમગ્ર મિસર દેશના જે વૃક્ષો અને વનસ્પતિ બચી ગયાં હતાં તેના પરનાં બધાં જ ફળ તીડો ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને અન્ય વનસ્પતિ નામશેષ થઈ ગયાં. ખેતરમાંનાં વૃક્ષો કે વનસ્પતિ પર એકે પાંદડું રહ્યું નહિ.


પછી તેણે કહ્યું, “હે પ્રભુ યહોવાહ, જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવાહ અમારી મધ્યે ચાલે, કેમ કે આ લોકો તો હઠીલા છે. અમારો અધર્મ અને અમારાં પાપ માફ કરો અને અમોને તમારો વારસો કરી લો.”


આશ્શૂરના રાજાએ પોતાનાં સેવક રાબશાકેહને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે અને તેના સર્વ શબ્દો યહોવાહ તમારા ઈશ્વરે સાંભળ્યા છે. તો હવે તે સાંભળીને તેને માટે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તું પ્રાર્થના કર.”


તારા પર આ બે દુઃખ આવી પડશે - કોણ તારે લીધે શોક કરશે? - પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તલવાર. કોણ તને સાંત્વના આપશે?


જોકે, અમારાં પાપો અમારી વિમુખ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવાહ, તમારા નામ ખાતર કામ કરો. અમે અનેકવાર તમારો ત્યાગ કર્યો છે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.


તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને અમારી અરજ સાંભળો, અમારે સારુ એટલે આ બાકી રહેલાને સારુ તમારા ઈશ્વર યહોવાહને પ્રાર્થના કર.


હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એવું બન્યું કે બનાયાનો દીકરો પલાટયા મરી ગયો. હું ઊંધો પડ્યો અને મેં મોટે અવાજે પોકારીને કહ્યું કે, “અરેરે, પ્રભુ યહોવાહ, શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશો?”


જ્યારે તે લોકો હુમલો કરતા હતા ત્યારે હું એકલો હતો. મેં ઊંધા પડીને પોકારીને કહ્યું, “હે પ્રભુ યહોવાહ! શું યરુશાલેમ પર તમારો રોષ વરસાવતાં તમે ઇઝરાયલમાં બાકી રહેલાઓનો નાશ કરશો?”


હે પ્રભુ, સાંભળો, હે પ્રભુ, ક્ષમા કરો, હે પ્રભુ, સાંભળો અને અમારી અરજ ફળીભૂત કરો! હે મારા ઈશ્વર તમારી પોતાની ખાતર વિલંબ ન કરો, કેમ કે તમારા લોકો અને તમારું નગર તમારા નામથી ઓળખાય છે.”


યાજકો, જેઓ યહોવાહના સેવકો છે, તેઓ પરસાળ અને વેદીની વચ્ચે રડો. તેઓ એમ કહે કે, હે યહોવાહ, તમારા લોકો પર દયા કરો, અને તમારા વારસાને બદનામ થવા ન દો, જેથી વિદેશીઓ તેમના પર રાજ ન કરે. દેશમાં એવું શા માટે કહેવા દેવામાં આવે કે, તેઓના ઈશ્વર કયાં છે?”


“મેં તમારા પર ફૂગની તથા ઝાકળની આફત આણી. તમારા સંખ્યાબંધ બાગ, તમારા દ્રાક્ષવાડી, તમારાં અંજીરનાં વૃક્ષોને, અને તમારાં જૈતૂનનાં વૃક્ષોને, તીડો ખાઈ ગયાં છે. તોપણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ” એવું યહોવાહ કહે છે.


પણ મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને તેમ થવા દેશો નહિ; યાકૂબ કેમ કરીને જીવતો રહી શકે કેમ કે તે નાનો છે.”


નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. “યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે.”


અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો.


Lean sinn:

Sanasan


Sanasan