આમોસ 7:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પછી બેથેલના યાજક અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબામને કહાવી મોકલ્યું કે,’ આમોસે ઇઝરાયલી લોકોમાં તારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. આ સર્વ વચનો કદાચ દેશના લોક સહન કરી શકશે નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પછી બેથેલના યાજક અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબામને કહાવી. મોકલ્યું, “આમોસે ઇઝરાયલ લોકોમાં તમારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. તેનાં સર્વ વચનો સહન કરવાને દેશ અશક્ત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તે પછી બેથેલના યજ્ઞકાર અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબઆમ પર સંદેશો મોકલીને કહેવડાવ્યું. “આમોસ લોકોમાં તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. તેના સંદેશા દેશના લોકો સાંભળી શકે તેમ નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ10 પછી બેથેલના યાજક અમાસ્યાએ આમોસના વચનો સાંભળ્યાં ત્યારે તેણે યરોબઆમ રાજા પર ઝડપથી સંદેશો મોકલ્યો: “આપણા દેશમાં આમોશ રાજદ્રોહી છે, અને તમારા મરણ માટે કાવતરું ઘડે છે. આ બાબત અસહ્ય છે. તેના લીધે કદાચ દેશમાં બળવો ફાટી નીકળશે. Faic an caibideil |
પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાની વિરુદ્ધ ઘાટ ઘડીએ, કેમ કે યાજકો પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાની પાસે સલાહ તથા પ્રબોધકો પાસે પ્રબોધ ખૂટવાનો નથી. આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઈએ. જેથી તે આપણી વિરુદ્ધ કંઈ પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”