આમોસ 6:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જ્યારે કોઈ માણસનાં સગામાંથી એટલે તેને અગ્નિદાહ આપનાર તેના હાડકાને ઘરમાંથી બહાર લઈ જવાને તેની લાશને તેઓ ઊંચકી લેશે અને ઘરનાં સૌથી અંદરના માણસને પૂછશે કે હજી બીજો કોઈ તારી સાથે છે? અને તે કહેશે “ના” ત્યારે પેલો કહેશે “ચૂપ રહે; કેમ કે આપણે યહોવાહનું નામ ઉચ્ચારવા લાયક નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વળી જ્યારે કોઈ માણસનો સગો, એટલે તેને અગ્નિદાહ દેનાર, તેનાં હાડકાંને ઘરમાંથી બહાર લઈ જવાને તે ની લાસને ઊંચકી લેશે, ને ઘરમાં સૌથી અંદરના ભાગમાંના માણસને પૂછશે, ‘હજી બીજો કોઈ તારી સાથે છે?’ અને તે કહેશે, ‘ના;’ ત્યારે પેલો કહેશે, ‘ચૂપ રહે; કેમ કે આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 મૃત્યુ પામેલા માણસના અંતિમવિધિ માટે જવાબદાર સગો મૃતદેહને અગ્નિદાહ દેવાને ઘરમાંથી બહાર લઈ જવા આવશે, ત્યારે ઘરના સૌથી અંદરના ભાગમાં કોઈ બાકી રહી ગયેલા માણસને તે પૂછશે, “હજી ત્યાં બીજા મૃતદેહ છે?” પેલો માણસ જવાબ આપશે, “ના.” ત્યારે પેલો સગો કહેશે, “ચૂપ રહેજે, જો જે પ્રભુનું નામ ઉચ્ચારતો નહિ!” Faic an caibideilપવિત્ર બાઈબલ10 મૃત માણસના સગામાંથી જે માત્ર એક માણસ જીવતો છે, તે દફનવિધિ માટે શબ બહાર લઇ જવા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારે અંદર છુપાઇ રહેલી વ્યકિતને તે પૂછશે, “શું અહિંયા કોઇ બીજું હજી છે?” અને તે જવાબ આપશે, “ના.” ત્યારે તે કહેશે, “ચૂપ રહે, આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી. રખેને તે સાંભળી જાય.” Faic an caibideil |