આમોસ 4:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 “હજી કાપણીને ત્રણ મહિનાનો સમય હતો, ત્યારથી મેં તમારે ત્યાં વરસાદ વરસતો અટકાવી દીધો. મેં એક નગરમાં વરસાદ વરસાવ્યો અને બીજા નગરમાં ન વરસાવ્યો. દેશના એક ભાગ પર વરસતો, અને બીજા ભાગમાં વરસાદ ન વરસતા તે ભાગ સુકાઈ જતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 “હજી પાક તૈયાર થવાને ત્રણ માસ બાકી હતા ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાવ્યો, ને બીજા નગર પર નહિ. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો, ને જે ભાગ પર વરસ્યો નહિ ત સુકાઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 કાપણીના હજી તો ત્રણ માસ બાકી હતા ત્યારે ખરી જરૂરના સમયે મેં વરસાદ અટકાવ્યો. મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, તો બીજા શહેર પર નહિ. એક ખેતર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા ખેતર પર નહિ. જે ખેતરમાં વરસાદ ન પડયો તે સુકાઈ ગયું. Faic an caibideilપવિત્ર બાઈબલ7 “કાપણીને ત્રણ મહિનાનો સમય હતો, ત્યારથી મેં તમારે ત્યાં વરસાદ વરસાવતો અટકાવી દીધો. એક ગામમાં વરસાદ વરસતો અને બીજામાં ન વરસાવતો. એક ખેતરમાં વરસતો અને બીજામાં ન વરસતા તે સુકાઇ જતું. Faic an caibideil |