Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 4:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 નગરની દીવાલના બાકોરામાંથી, તમે દરેક સ્ત્રીઓ સરળ રીતે નીકળી જશો, અને તમને હાર્મોનમાં ફેંકવામાં આવશે” એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમારામાંની દરેક સીધી બાકોરામાં થઈને નીકળી જશે; અને તમને હાર્મોનમાં ફેંકી દેવામાં આવશે, ” એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 નગરકોટના સૌથી નજીકના બાકોરા સુધી તેઓ તમને ઘસડી જશે અને ત્યાંથી તમને બહાર ફેંકી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દીવાલના બાકોરામાંથી તમને સીધા તમારા નગરમાંથી લઇ જવામાં આવશે અને તમને હામોર્નમાં ફેંકવામાં આવશે. આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 4:3
12 Iomraidhean Croise  

પછી નગરના કોટને તોડવામાં આવ્યો, તે રાત્રે બધા લડવૈયા માણસો રાજાના બગીચા પાસેની બે દીવાલો વચ્ચે આવેલા દરવાજામાંથી નાસી ગયા, ખાલદીઓએ નગરને ચારેબાજુથી ઘેરી લીધું. રાજા અરાબાના માર્ગે ગયો.


તેઓ યર્દન સુધી તેઓની પાછળ ગયા, તો જુઓ આખો માર્ગ અરામીઓએ ઉતાવળમાં ફેંકી દીધેલાં તેઓનાં વસ્ત્રો અને પાત્રોથી ભરાઈ ગયેલો હતો. તેથી સંદેશાવાહકોએ પાછા આવીને રાજાને તે વિષે ખબર આપી.


તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.


કેમ કે, તે દિવસે તેઓ દરેક પોતાના હાથોએ બનાવેલી ચાંદીની અને સોનાની પાપરૂપી મૂર્તિને ફેંકી દેશે.


પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું. અને સઘળા લડવૈયા નાસી ગયા. બે દીવાલો વચ્ચે રાજાની વાડીની પાસે જે ભાગળ હતી તેમાં થઈને રાતોરાત નગરમાંથી નીકળીને નાસી ગયા. તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ અરાબાને માર્ગે આગળ વધ્યા.


તમારી મધ્યે જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર પોતાનો સામાન ઊંચકીને દીવાલમાંથી બહાર જશે. તેઓ દીવાલમાં કાણું પાડશે અને પોતાનો સામાન બહાર લાવશે. તે પોતાનું મુખ ઢાંકી દેશે જેથી તે પોતાની આંખોથી દેશ જોઈ શકે નહિ.


તેઓના દેખતા દીવાલમાં કાણું પાડ, તેમાંથી બહાર નીકળ.


તેથી તેઓ ગુલામગીરીમાં જશે, જેમ સૌ પ્રથમ તેઓ ગુલામગીરીમાં ગયા હતા, જેઓ લાંબા થઈને સૂઈ રહેતા હતા, તેઓના એશઆરામનો અંત આવશે.


યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ, આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ રોષના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે. પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે.”


કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?


ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો; અને દાન કેમ તે વહાણોમાં રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan