Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 3:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પક્ષીને જાળ નાખ્યા વગર, તેને ભૂમિ પર કેવી રીતે પકડી શકાય? જાળ જમીન પરથી છટકીને, કંઈ પણ પકડ્યા વિના રહેશે શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પક્ષીને માટે પાશ નાખ્યા વગર શું તે ભૂમિ પર ફાંસલામાં પડે? ફાંસલો જમીન પરથી છટકીને કંઈ પણ પકડ્યા વગર રહેશે શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 છટકિયું ગોઠવ્યા સિવાય પક્ષી તેમાં સપડાય ખરું? કંઈપણ શિકાર પકડાયા વિના છટકિયાની કળ ઊછળે ખરી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જાળનો ઊપયોગ કર્યા વગર કોઇપણ પક્ષીને કેવી રીતે પકડી શકે? સિવાય કે કોઇ પકડાય ફાંસલાની કમાન બંધ થાય?

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 3:5
6 Iomraidhean Croise  

ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ


કોઈ પણ મનુષ્ય પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ખરાબ સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.


ત્યારે એમ થશે કે જેમ ઉખેડી નાખવા, ખંડન કરવા, તોડી પાડવા, નાશ કરવા, અને દુઃખ દેવાને મેં તેઓ પર નજર કરી હતી. તેમ હવે બાંધવા અને રોપવા હું તેઓના પર નજર રાખીશ.” એવું યહોવાહ કહે છે.


માટે યહોવાહ અમારા પર આપત્તિ લાવવાને તૈયાર હતા અને અમારા પર આપત્તિ લાવ્યા પણ ખરા. કેમ કે યહોવાહ અમારા ઈશ્વર પોતે કરેલા બધા કામોમાં ન્યાયી છે, અમે તેમની વાણી માની નથી.


શું શિકાર હાથમાં આવ્યા વગર, સિંહ જંગલમાં ગર્જના કરે? શું કંઈ પણ પકડ્યા વગર, જુવાન સિંહનું બચ્ચું પોતાની ગુફામાંથી ત્રાડ પાડે?


રણશિંગડું નગરમાં વગાડવામાં આવે, તો લોકો ડર્યા વિના રહે ખરા? શું યહોવાહના હાથ વિના, નગર પર આફત આવી પડે ખરી?


Lean sinn:

Sanasan


Sanasan