Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ધનુર્ધારીઓ ટકી શકશે નહિ; અને ઝડપથી દોડનાર પોતાનો બચાવ કરી શકશે નહિ; અને ઘોડેસવારો પણ પોતાનો જીવ બચાવી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ધનુર્ધારી ટકી શકશે નહિ. ઝડપથી દોડનાર પોતાનો બચાવ કરી શકશે નહિ, ઘોડેસવાર પણ પોતાનો બચાવ કરી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 ધનુર્ધારીઓ પણ ટકી શકશે નહિ; ગમે તેટલી ઝડપથી દોડે તો ય કોઈ છટકી શકશે નહિ. ઘોડેસ્વારો બચી જશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ધનુર્ધારીઓ તેઓની જમીન કબ્જામાં રાખી શકશે નહિ અને જેઓ ઝડપથી દોડી શકે છે તેઓ પોતાને બચાવવા ભાગી શકશે નહિ અને ઘોડેસવારો તેઓનો પોતાનો જીવ બચાવી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 2:15
8 Iomraidhean Croise  

હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે; શરતમાં વેગવાનની જીત થતી નથી. અને યુદ્ધોમાં બળવાનની જીત થતી નથી. વળી, બુદ્ધિમાનને રોટલી મળતી નથી. અને સમજણાને ધન મળતું નથી. તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી. પણ સમય તથા પ્રસંગની અસર સર્વને લાગુ પડે છે.


મિસરીઓ તો માણસ છે ઈશ્વર નહિ, તેઓના ઘોડા માત્ર માંસ છે, આત્મા નહિ. જ્યારે યહોવાહ પોતાનો હાથ લાંબો કરશે, ત્યારે જે સહાય કરનાર છે તે ઠોકર ખાશે અને સહાય લેનાર પડી જશે; બન્ને એકસાથે નાશ પામશે.


કેમ કે તેના પર એટલે બાબિલ પર વિનાશક આવી પહોંચ્યો છે. તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેઓનાં ધનુષ્ય તોડી પડાયાં છે, કેમ કે યહોવાહ તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે.; તે નિશ્ચે બદલો લેશે.


હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી પાડીશ અને તારા જમણા હાથમાંનાં તારાં બાણ પાડી નાખીશ.


મેં પ્રભુને વેદી પાસે ઊભેલા જોયા, તેમણે કહ્યું કે,’ બુરજોની ટોચ પર એવો મારો ચલાવો કે ઉંબરા હાલી જાય. અને તે સર્વ લોકનાં માથા પર પડીને તેઓના ચૂરેચૂરા કરો, તેઓનાંમાંથી જે બાકી રહ્યા હશે, તેઓનો હું તલવારથી નાશ કરીશ. તેઓમાંનો એકપણ નાસી જવા પામશે નહિ, અને કોઈ છટકી જવા પામશે નહિ.


કેમ કે હું રાજ્યાસનો ઉથલાવી નાખીશ અને હું પ્રજાઓનાં રાજ્યોની શક્તિનો નાશ કરીશ. હું તેઓના રથોને તથા તેમાં સવારી કરનારાઓને ઉથલાવી નાખીશ. તેઓના ઘોડાઓ તથા સવારો દરેક પોતાના ભાઈની તલવારથી નીચે ઢળી પડશે.


તેઓ યુદ્ધમાં પોતાના દુશ્મનોને શેરીઓના કાદવની જેમ કચડી નાખનાર યોદ્ધાઓના જેવા થશે; તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવાહ તેઓની સાથે છે, ઘોડેસવારો ગભરાઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan