Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 2:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જુઓ, જેમ અનાજના પૂળીઓથી ભરેલું ગાડું કોઈને દબાવી દે છે, તેમ હું તમને તમારી જગ્યાએ દબાવી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જુઓ, જેમ પૂળાથી ભરેલું ગાડું દબાઈ જાય છે, તેમ હું તમને તમારી જગાએ દાબી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી અનાજથી ભરેલું ગાડું કચડી નાખે તેમ હું તેમને કચડી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જુઓ, જેમ ગાડું ભારને લીધે દબાઇ જાય છે, તેમ હું તમને તમારી જગ્યાએ જમીન પર દબાવી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 2:13
10 Iomraidhean Croise  

આપણે ખેતરમાં અનાજની પૂળીઓ બાંધતા હતા. ત્યારે મારી પૂળી ઊભી થઈ. તેની સામે તમારી પૂળીઓ ચારેતરફ ઊભી રહી. તેઓ મારી પૂળીની આગળ નમી.”


શું તું તેના પર ભરોસો રાખશે કે તે તારું અનાજ તારા ઘરે લાવશે? અને તારા ખળાના દાણા લાવીને વખારમાં ભરશે?


તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની વિરુદ્ધ બંડ કર્યું અને રાનમાં તેમને દુ:ખી કર્યા!


તમારા ચંદ્રદર્શનને અને તમારાં પર્વોને મારો આત્મા ધિક્કારે છે; તેઓ મને બોજારૂપ છે; હું તે સહન કરીને થાકી ગયો છું.


તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી; પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે.


પછી યશાયાએ જવાબ આપ્યો, “હે દાઉદના વંશજો સાંભળો, તમે માણસોની ધીરજની પરીક્ષા કરો છો તે શું પૂરતું નથી? કેમ કે તમે હવે મારા ઈશ્વરની ધીરજની પરીક્ષા કરવા માગો છો?”


પણ તેં તારી જુવાનીના દિવસો યાદ ન કરતાં, આ બધી બાબતોથી મને ગુસ્સો ચડાવ્યો છે-જો, હું તને તારાં કૃત્યો માટે સજા કરીશ” એવું પ્રભુ યહોવાહ કહે છે, “તારાં ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત શું તેં આ દુષ્ટ કામ નથી કર્યું?


પછી તમારામાંના જેઓ બચી જશે તેઓ જે પ્રજાઓમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મને યાદ કરશે અને મારાથી ફરી ગયેલાં તેમનાં હૃદયથી તથા તેઓની મૂર્તિઓની પાછળ મોહિત થતી આંખોથી મારું હૃદય દુઃખી થશે. પોતે સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્ટતા તેઓએ કરી છે તેને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.


તમે તમારા શબ્દોથી યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે, “કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? “દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાહની નજરમાં સારો છે, તેનાથી તેઓ પ્રસન્ન થાય છે; અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે?” એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે.


તેઓ યહોવાહની સમક્ષ પોતાનું અર્પણ લાવ્યા એટલે બે બળદ જોડેલા છત્રવાળાં છ ગાડાં તથા બાર બળદ. બબ્બે અધિપતિઓ માટે એકેક ગાડું અને દરેકને માટે એકેક બળદ. આ બધું તેઓએ મુલાકાતમંડપની સમક્ષ રજૂ કર્યુ.


Lean sinn:

Sanasan


Sanasan