પ્રે.કૃ. 9:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા કે, જેણે આ નામની પ્રાર્થના કરનારાઓની યરુશાલેમમાં સતાવણી કરી, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે જે અહીં આવ્યો છે, તે શું એ નથી? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા, “જેણે આ નામની પ્રાર્થના કરનારાઓનો યરુશાલેમમાં ઘાણ વાળ્યો, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે અહીં આવ્યો છે, તે શું એ નથી?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તેના શ્રોતાજનોએ આશ્ર્વર્યચકિત થઈને કહ્યું, “યરુશાલેમમાં ઈસુને નામે વિનંતી કરનારાઓને મારી નાખનાર તે જ આ માણસ નથી? અને તેમને પાછા લઈ જવાના હેતુસર જ તે અહીં આવ્યો ન હતો?” Faic an caibideilપવિત્ર બાઈબલ21 જે બધા લોકોએ શાઉલને સાંભળ્યો તે નવાઈ પામ્યા હતા. તેઓએ કહ્યું, “આ એ જ માણસ છે જે યરૂશાલેમમાં હતો. તે ઈસુ નામમાં વિશ્વાસ રાખનારા લોકોને મારી નાખવા પ્રયત્ન કરતો હતો! તે (શાઉલ) અહી એ જ વસ્તુ કરવા આવ્યો છે. તે ઈસુના શિષ્યોને પકડવા માટે અહીં જ આવ્યો છે. અને તેઓને યરૂશાલેમમાં મુખ્ય યાજકો પાસે લઈ જશે.” Faic an caibideil |