પ્રે.કૃ. 7:45 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 આપણા પૂર્વજો, યહોશુઆ સહિત આ સાક્ષ્યમંડપને પોતાના ક્રમાનુસાર ઊંચકીને અન્ય દેશજાતિઓનું જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી તેઓનું વતન પ્રાપ્ત કરીને તેમાં લાવ્યા તે સાક્ષ્યમંડપ દાઉદના સમય સુધી રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 વળી પોતાના સમયમાં આપણા પૂર્વજો પણ યહોશુઆ સહિત તે [સાક્ષ્યમંડપ] ને [અન્ય] પ્રજાઓ (જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી) તેઓનું વતન પ્રાપ્ત કરીને અંદર લાવ્યા તે [સાક્ષ્યમંડપ] દાઉદના વખત સુધી રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.45 પાછળથી આપણા પૂર્વજો તેમના પિતૃઓ પાસેથી મેળવેલો મંડપ ઊંચકીને યહોશુઆની સાથે ગયા, અને ઈશ્વરે જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી તેમના દેશમાં લઈ ગયા. દાવિદના સમય સુધી તે મંડપ ત્યાં રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ45 પાછળથી યહોશુઆ આપણા પિતાઓને બીજા રાષ્ટ્રોની ભૂમિ જીતવા દોરી ગયો. આપણા લોકો અંદર પ્રવેશ્યા. દેવે બીજા લોકોને બહાર કાઢ્યા. જ્યારે આપણા લોકો આ નવી ભૂમિમાં પ્રવેશ્યા, તેઓ તેઓની સાથે એ જ મંડપ લઈ આવ્યા. આપણા લોકોએ આ મંડપો તેઓના પૂર્વજો પાસેથી પ્રાપ્ય કર્યો હતો. અને આપણા લોકોએ દાઉદનો સમય આવતા સુધી તે રાખ્યા. Faic an caibideil |