પ્રે.કૃ. 7:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 જે મૂસા અરણ્યમાંના સમુદાયમાં હતો, જેની સાથે સિનાઈ પર્વત પર ઈશ્વરનો સ્વર્ગદૂત વાત કરતો હતો, અને આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે; અને આપણને આપવા સારું તેને જીવનનાં વચનો આપવામાં આવ્યાં; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 જે [મૂસા] અરણ્યમાંની મંડળીમાં હતો, જેની સાથે સિનાઈ પહાડ પર ઈશ્વરદૂત બોલતો હતો, અને જે આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે. અને આપણને આપવા માટે તેને જીવનનાં વચનો આપવામાં આવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 મોશે રણપ્રદેશમાં એકત્ર થયેલા ઇઝરાયલી લોકો મયે હતો; તે સિનાઈ પર્વત પર તેની સાથે બોલનાર દેવદૂતની નિકટ તેમજ આપણા પૂર્વજોની સાથે હતો; તેણે જ આપણને જણાવવા માટે ઈશ્વરનો જીવનદાયી સંદેશ મેળવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ38 આ એ જ મૂસા છે જે રણપ્રદેશના યહૂદિઓની સભામાં હતો. તે દૂત સાથે હતો. જે દૂત તેને સિનાઇ પહાડ પર કહેતો હતો, અને તે જ આપણા પૂર્વજો સાથે હતો. મૂસા દેવ પાસેથી આજ્ઞાઓ મેળવે છે જે જીવન આપે છે. મૂસા આપણને તે આજ્ઞાઓ આપે છે. Faic an caibideil |