Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 3:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખદ્વારા અગાઉથી જે કહ્યું હતું કે, ‘તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે’, તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પણ ઈશ્વરે બધા પ્રબોધકોનાં મુખદ્વારા આગળથી જે કહ્યું હતું કે, ‘તેમનો ખ્રિસ્ત દુ:ખ સહેશે, ’ તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 ઈશ્વરે ઘણા સમય અગાઉ સદેશવાહક દ્વારા જાહેર કર્યું હતું કે મસીહે દુ:ખ સહન કરવું પડશે, અને તેમણે એ રીતે તે પરિપૂર્ણ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 દેવે કહ્યું કે આ વસ્તુઓ બનશે. દેવે બધા પ્રબોધકો મારફતે કહ્યું કે તેનો ખ્રિસ્ત દુ:ખ સહેશે અને મૃત્યુ પામશે. દેવે આ કેવી રીતે પૂર્ણ કર્યુ એ મેં તમને કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 3:18
19 Iomraidhean Croise  

તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે.”


મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા; અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ.


બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્તનો નાશ કરવામાં આવશે અને તેની પાસે કંઈ રહેશે નહિ. એક સેનાપતિ સૈન્ય સાથે આવશે. અને નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે. તેનો અંત રેલની જેમ આવશે અને અંત સુધી યુદ્ધ ચાલશે. વિનાશ નિર્માણ થયેલો છે.


“પણ હું દાઉદના ઘર પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કરુણા અને વિનંતીનો આત્મા રેડીશ, તેઓ મને, એટલે જેને તેઓએ વીંધ્યો છે તેને જોશે. જેમ કોઈ પોતાના એકના એક દીકરા માટે શોક કરે તેમ તેઓ પોતાના સંતાન માટે શોક કરે છે, જેમ તેઓ પોતાના પ્રથમજનિત દીકરાના મૃત્યુ માટે શોક કરતો હોય એવી રીતે તેઓ શોક કરશે.


સૈન્યોના યહોવાહ કહે છે, “હે તલવાર મારા પાળક વિરુદ્ધ, તથા જે માણસ મારી પાસે ઊભો છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ટોળું વિખેરાઈ જશે. કેમ કે હું મારો હાથ નાનાંઓ પર ફેરવીશ.


ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.’”


તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.


ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરાયા, તેમને પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નખાયા.


તેઓએ તેને સારુ એક દિવસ નિયત કર્યો તે દિવસે ઘણા લોકો તેની પાસે તેના ઉતારામાં આવ્યા; તેઓને પાઉલે સાબિતીઓ સાથે ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને મૂસાના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત સવારથી સાંજ સુધી તેઓને કહી અને સમજાવી.


કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.


મેં તેમને ભજવાને દંડવત પ્રણામ કર્યા, પણ તેમણે મને કહ્યું કે, ‘જોજે, એવું ન કર, હું તારો અને ઈસુની સાક્ષી રાખનારા તારા ભાઈઓમાંનો એક સાથી સેવક છું; ઈશ્વરનું ભજન કર; કેમ કે ઈસુની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.’”


Lean sinn:

Sanasan


Sanasan