પ્રે.કૃ. 28:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્રણ દિવસ પછી એમ થયું કે, (પાઉલે) યહૂદીઓના મુખ્ય (આગેવાનોને) બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે, “ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુદ્ધ કશું કર્યું નથી, અને આપણા પૂર્વજોના નીતિનિયમોનો ભંગ પણ કર્યો નથી. તોપણ યરુશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્રણ દિવસ પછી [પાઉલે] યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવીને એકત્ર કર્યા; અને તેઓ એકત્ર થયા ત્યારે તેણે તેઓને કહ્યું, “ભાઈઓ, જો કે લોકોની વિરુદ્ધ અથવા આપણા પૂર્વજોના સંપ્રદાયની વિરુદ્ધ મેં કંઈ કર્યું નથી, તોપણ યરુશાલેમથી રોમનોના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 ત્રણ દિવસ પછી પાઉલે સ્થાનિક યહૂદી આગેવાનોની એક સભા બોલાવી. તેઓ એકઠા થયા એટલે તેણે તેમને કહ્યું, “મારા ભાઈઓ! જોકે મેં આપણા લોકો અથવા આપણા પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજો વિરુદ્ધ કંઈ કર્યું ન હતું તોપણ મને યરુશાલેમમાં કેદ કરવામાં આવ્યો અને રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 ત્રણ દિવસ પછી પાઉલને કેટલાએક મહત્વના યહૂદિઓના મુખ્ય માણસોને ભેગા બોલાવ્યા. જ્યારે તેઓ ભેગા થયા. પાઉલે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, મેં આપણા લોકોની વિરૂદ્ધ કશું જ કર્યુ નથી. મેં આપણા પૂર્વજોના રિવાજો વિરૂદ્ધ પણ કંઈ કર્યુ નથી. પરંતુ મને યરૂશાલેમમાં પકડીને રોમનોને હવાલે કરવામાં આવ્યો છે. Faic an caibideil |