Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 20:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ખમીર વગરની રોટલી ખાવાના પર્વ પછી અમે જળમાર્ગે ફિલિપ્પી ગયા, અને પાંચ દિવસ પછી તેમને ત્રોઆસમાં મળ્યા, અને ત્યાં એક સપ્તાહ રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 બેખમીરની રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પી શહેરમાંથી નીકળ્યા. અમે ત્રોઆસમાં આ માણસોને પાંચ દિવસ પછી મળ્યા અને સાત દિવસ રોકાયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 20:6
18 Iomraidhean Croise  

આબીબ મહિનામાં બેખમીરી રોટલીનું પર્વ પાળવું. તે વખતે સાત દિવસ સુધી મારી આજ્ઞા મુજબ તમારે બેખમીરી રોટલી ખાવી. કારણ કે, એ માસમાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ.”


તું બેખમીરી રોટલીનું પર્વ પાળ. જેમ મેં તને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં નિયુક્ત કરેલ સમયના સાત દિવસો સુધી તું બેખમીરી રોટલી ખા, કેમ કે તુ આબીબ માસમાં મિસર દેશમાંથી નીકળ્યો હતો.


યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા.


પાઉલને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી.


ત્યાંથી ફિલિપ્પી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, અને તે રોમનોએ વસાવેલું છે; તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા.


માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.


કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય.


તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા.


અમને શિષ્યો મળી આવ્યા. તેથી અમે સાત દિવસ ત્યાં રહ્યા; તેઓએ પવિત્ર આત્મા (ની પ્રેરણા) થી પાઉલને કહ્યું કે, ‘તારે યરુશાલેમમાં પગ મૂકવો નહિ.’”


બીજે દિવસે અમે (ત્યાંથી) નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત (સેવકો) માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા.


ત્યાં અમને (વિશ્વાસી) ભાઈઓ મળ્યા, તેઓની સાથે સાત દિવસ સુધી રહેવાને તેઓએ અમને વિનંતી કરી; ત્યાર બાદ અમે રોમમાં આવ્યા.


ખ્રિસ્ત ઈસુમાં ફિલિપ્પીમાંના સર્વ સંતો, અધ્યક્ષો તથા સેવકો, તે સર્વને ઈસુ ખ્રિસ્તનાં દાસો પાઉલ તથા તિમોથી લખે છે


વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, છતાં ઘણાં વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા.


તું આવે ત્યારે, જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મુક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને, ખાસ કરીને જે પશુના ચામડામાંથી બનેલા છે તે.


Lean sinn:

Sanasan


Sanasan