Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 20:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો ઉપદેશ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો બોધ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 એ પ્રદેશોમાં ફરીને તેણે લોકોને ઘણા સંદેશા આપીને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મકદોનિયાના માર્ગમાં જુદા જુદા સ્થળોએ તેણે ઈસુના શિષ્યોને દ્રઠ કરવા પાઉલ જ્યાં સુધી ગ્રીસ પહોંચ્યો નહિ ત્યાં સુધી સતત લોકોને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 20:2
17 Iomraidhean Croise  

કેમ કે મેં મારા માટે યહૂદાને ધનુષ્ય ઠરાવ્યું છે અને એફ્રાઇમ મારો બાણ થશે. હે સિયોન, હું તારા દીકરાઓને ગ્રીસના દીકરાઓ સામે લડવા જાગૃત કરીશ, હું તને યોદ્ધાની તલવારરૂપ કરીશ!


તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.


શિષ્યોનાં મન સ્થિર કરતાં પાઉલ તથા બાર્નાબાસે વિશ્વાસીઓને વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું, અને કહ્યું કે, આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.’


સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.


ત્યાંથી ફિલિપ્પી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, અને તે રોમનોએ વસાવેલું છે; તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા.


તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું;


પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા.


પિતરે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે, તમે આ જમાનાનાં દુષ્ટ લોકથી બચી જાઓ.


હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારુ નીકળ્યો.


અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો.


તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.


પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.


આ ખ્રિસ્તને અમે પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનથી શીખવીએ છીએ.


તે પ્રમાણે તમે જાણો છો, કે જેમ પિતા પોતાનાં બાળકોને, તેમ અમે તમારામાંના પ્રત્યેકને બોધ, દિલાસો તથા સાક્ષી આપતા હતા,


કેમ કે અમારા બોધમાં ભૂલચૂક, અશુદ્ધતા કે કપટ હતાં નહિ;


તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુના નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું અને ઈશ્વરને પ્રસન્ન કરવા, એ વિષે અમારા તરફથી તમે સાંભળ્યું છે તે પ્રમાણે જેમ તમે ચાલો છો, તેમ જ વધારે અને વધારે ચાલતા રહો.


Lean sinn:

Sanasan


Sanasan