પ્રે.કૃ. 19:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે, એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેથી આપણા આ ધંધાનો તિરસ્કાર કરવામાં આવે એવું ભય છે એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનું માહાત્મ્ય નાશ પામવાનો સંભવ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 તેથી આપણો ધંધો બદનામ થવાનો મોટો ભય રહેલો છે. એટલું જ નહિ, પણ આસિયા તેમ જ આખી દુનિયામાં જેની ભક્તિ થાય છે એ મહાન દેવી આર્તેમિસના મંદિરનું કંઈ મહત્ત્વ રહેશે નહિ અને તેનો સર્વ મહિમા ખતમ થઈ જાય એવો ભય પણ છે!” Faic an caibideilપવિત્ર બાઈબલ27 આ વસ્તુઓ જે પાઉલ કહે છે તે આપણા કામની વિરૂદ્ધમાં લોકોને ઉશ્કેરીને બદલશે. પણ ત્યાં પણ બીજી એક સમસ્યા છે. લોકો વિચારવાનું શરૂ કરશે કે મહાન દેવી આર્તિમિસનું મંદિર મહત્વનું નથી! તેની મહાનતાનો નાશ થશે. આર્તિમિસ એક દેવી છે જેને આશિયામાં (એશિયા) પ્રત્યેક જણ તથા આખી દુનિયા તેની પૂજા કરે છે.” Faic an caibideil |