Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 18:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને સભાસ્થાનના અધિકારી ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 સભાસ્થાનના આગેવાન ક્રિસ્પસે પોતાના આખા ઘરનાં માણસો સહિત પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વાત સાંભળીને વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ભજનસ્થાનના આગેવાન ક્રિસ્પસે તથા તેના કુટુંબે વિશ્વાસ કર્યો. કોરીંથના બીજા ઘણા લોકોએ સંદેશો સાંભળીને વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 ક્રિસ્પુસ તે સભાસ્થાનનો આગેવાન હતો. ક્રિસ્પુસ અને તેના ઘરમાં રહેતા બધા જ લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો. બીજા ઘણા લોકોએ કરિંથમાં પાઉલનો સંદેશ સાંભળ્યો. તેઓએ પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 18:8
25 Iomraidhean Croise  

તેના ઘરના સર્વ પુરુષો જેઓ તેના ઘરમાં જન્મ્યા હતા તથા વિદેશીઓ પાસેથી પૈસે વેચાતા લીધેલા હતા તેઓની સુન્નત તેની સાથે થઈ.


મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને યહોવાહનો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે.”


એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.


સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈર નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો;


તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, ‘તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?’”


તે તથા તેનાં ઘરનાં સર્વ માણસો ઈશ્વરનો ભય રાખતાં હતાં. તે લોકોને ઘણાં દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.


તે તને એવી વાતો કહેશે કે તેથી તું તથા તારાં ઘરનાં સર્વ વ્યક્તિઓ ઉદ્ધાર પામશો.


ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.


જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.


પછી (પાઉલ) આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો.


ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.


એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા.


પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તનાં નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું.


આપણા ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ લખે છે.


કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે


હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી;


ઓ કરિંથીઓ, તમારે સારુ અમારું મોં ખૂલ્યું છે, અમારું હૃદય વિશાળ છે.


એરાસ્તસ કરિંથ શહેરમાં રહ્યો. વળી ત્રોફિમસને, મેં મિલેતસ શહેરમાં છોડી દીધો કેમ કે તે બીમાર હતો.


જો તમારી દ્રષ્ટિમાં યહોવાહની આરાધના કરવી એ અયોગ્ય લાગતું હોય, તો આજે તમે પોતે નક્કી કરો કે તમે કોની સેવા કરશો? ફ્રાત નદીની પેલી પાર રહેતા તમારા પૂર્વજોના દેવોની અથવા જે અમોરીઓના દેશમાં તમે રહો છો તેઓના દેવોની તમે પૂજાભક્તિ કરશો? પણ હું અને મારું કુટુંબ તો યહોવાહની જ સેવા કરીશું.


Lean sinn:

Sanasan


Sanasan