Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ પાઉલને મૂકવા જનારાંઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથી તેની પાસે વહેલી તકે આવે, એવી આજ્ઞા એમને સારુ લઈને તેઓ વિદાય થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ પાઉલના વળાવનારાઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો, પછી સિલાસ તથા તિમોથીને માટે તેની પાસે બનતી ઉતાવળે આવવાની આજ્ઞા લઈને તેઓ વિદાય થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પાઉલની સાથે ગયેલા માણસો એથેન્સ સુધી તેની સાથે ગયા. પછી સિલાસ અને તિમોથી જલદીથી પાઉલની સાથે થઈ જાય એવી તેની સૂચનાઓ મેળવીને પાછા બેરિયા આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 વિશ્વાસીઓ જે પાઉલની સાથે ગયા, તેઓ તેમને આસ્થેન્સ શહેરમાં લઈ ગયા. આ ભાઈઓ પાઉલ પાસેથી સંદેશો લઈને સિલાસ અને તિમોથી પાસે પાછા ગયા. સંદેશામાં કહ્યું, “મારી પાસે જેટલા બની શકે તેટલા જલ્દી આવો.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:15
11 Iomraidhean Croise  

એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરુનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.


ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.


અને પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો એટલામાં તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો અંતરાત્મા ઊકળી ઊઠ્યો.


(હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ, કંઈ નવા વચન કહેવા અથવા સાંભળવા તે સિવાય બીજા કશામાં પોતાનો સમય ગાળતા ન હતા.)


પાઉલે એરિયોપગસની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘આથેન્સના સદ્દગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.


પછી (પાઉલ) આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો.


પણ જયારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી (ઈસુની) વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે, ‘ઈસુ તે જ ખ્રિસ્ત છે.’”


માટે જયારે અમારી સહનશક્તિની હદ આવી ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમે નક્કી કર્યું.


જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan