Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બેરિયા મોકલી દીધા, અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 રાત પડી એટલે ભાઈઓએ પાઉલ અને સિલાસને તરત જ બેરિયા મોકલી દીધા. ત્યાં પહોંચ્યા પછી તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે જ રાત્રે વિશ્વાસીઓએ પાઉલ અને સિલાસને બરૈયા નામના બીજા એક શહેરમાં મોકલ્યા. તેઓ ત્યાં આવીને બરૈયામાં યહૂદિઓના સભાસ્થાનમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:10
16 Iomraidhean Croise  

તે દિવસોમાં પિતરે, આશરે એકસો વીસ વિશ્વાસી લોકોની વચ્ચે ઊભા થઈને કહ્યું કે,


ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.


તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું;


પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની (સભામાં) ગયો, ત્રણ વિશ્રામવારે તેણે ધર્મશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદવિવાદ કર્યો,


ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.


પણ (પાઉલ અને સિલાસ) તેઓને મળ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે, ‘આ લોક કે જેઓએ જગતને ઉથલપાથલ કર્યું છે તેઓ અહી પણ આવ્યા છે.


પૂર્હસનો (દીકરો) બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા.


તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે, તે ઈશ્વરના દીકરા છે.


પણ તેના શિષ્યોએ રાત્રે તેને ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઉતારી મૂક્યો.


વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, છતાં ઘણાં વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા.


યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિએ જા, કેમ કે આપણે બન્નેએ ઈશ્વરને નામે સોગન ખાધા છે કે, ‘ઈશ્વર સદાકાળ સુધી મારી તથા તારી વચ્ચે, મારા તથા તારા સંતાનની વચ્ચે રહો.’ પછી દાઉદ ઊઠીને વિદાય થયો અને યોનાથાન નગરમાં ગયો.


Lean sinn:

Sanasan


Sanasan