પ્રે.કૃ. 15:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ત્યારે આખી મંડળી સહિત પ્રેરિતોએ તથા વડીલોએ પોતાનામાંથી પસંદ કરેલા માણસોનો એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવાનો ઠરાવ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 પછી પ્રેષિતો, આગેવાનો અને સમગ્ર મંડળીએ મળીને અમુક માણસો પસંદ કરીને તેમને પાઉલ તથા બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવા નિર્ણય કર્યો. તેમણે બાર્સાબાસ તરીકે ઓળખાતો યહૂદા અને સિલાસ એ બે જણને પસંદ કર્યા. તેઓ ભાઈઓમાં આગેવાન હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ22 પ્રેરિતો, વડીલો અને સમગ્ર મંડળીના સભ્યોની ઈચ્છા પાઉલ અને બાર્નાબાસ સાથે કેટલાક લોકોને અંત્યોખ મોકલવાની હતી. તે સમૂહે તેઓના પોતાના કેટલાક માણસો પસંદ કરવાનો નિર્ણય કર્યો. તેઓએ યહૂદા (બર્સબા કહેવાય છે) અને સિલાસને પસંદ કર્યા. યરૂશાલેમમાં આ ભાઈઓનું બહુમાન કરવામાં આવ્યું. Faic an caibideil |