પ્રે.કૃ. 15:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર અને વાદવિવાદ થયો. ત્યાર પછી [ભાઈઓએ] ઠરાવ કર્યો કે પાઉલ તથા બાર્નાબાસ, અને પોતાનામાંનાં બીજા કેટલાક એ વિવાદ સબંધી યરુશાલેમમાંના પ્રેરિતો તથા વડીલો પાસે જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 પાઉલ અને બાર્નાબાસને આ અંગે તેમની સાથે ઉગ્ર દલીલો સહિત વાદવિવાદ થયો; તેથી એવું નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસ અને અંત્યોખથી કેટલાક માણસો યરુશાલેમ જાય અને આ બાબત અંગે પ્રેષિતો અને આગેવાનોને મળે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 પાઉલ અને બાર્નાબાસ આ બોધની વિરૂદ્ધમાં હતા. તેઓએ આ માણસો સાથે દલીલો કરી. તેથી તે સમૂહે પાઉલ અને બાર્નાબાસને, અને બીજા કેટલાક માણસોને યરૂશાલેમ મોકલવાનું નક્કી કર્યુ. આ માણસો પ્રેરિતો અને વડીલોની સાથે આ વિષયમાં વધારે વાતો કરવા ત્યાં જતા હતા. Faic an caibideil |