Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 2:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય તેમ સમજીને તમે કોઈ આત્મા, વચન કે જાણે અમારા પત્રથી તમારા મનને જરાય ડગવા કે ગભરાવા દેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય, [એમ સમજીને] તમે કોઈ આત્મા, વચનથી કે, [જાણે] અમારા તરફથી [આવેલા] પત્રથી સહેજે તમારાં મનને ચલિત થવા ન દો, અને ગભરાઓ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવી પહોંચ્યો હોય તેમ આત્મા દ્વારા કહેલી કોઈ કહેવાતી ભવિષ્યવાણી, સંદેશ અથવા અમારા તરફથી પત્ર આવ્યો હોવાનો દાવો કરીને કોઈ તમને ગૂંચવણમાં કે તણાવમાં નાખી ન દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમારા વિચારોમાં તમે જલ્દી બેચેન ના બની જતા કે ગભરાઈ ન જતા. જ્યારે તમે એમ સાંભળો કે પ્રભુના દિવસનું આગમન તો ક્યારનું થઈ યૂક્યું છે. કેટલીએક વ્યક્તિઓ પ્રબોધ કરતી વખતે કે સંદેશ આપતી વખતે આમ કહેશે. અથવા પત્રમાં તમે એમ પણ વાંચો કે કેટલાએક લોકો એમ દાવો કરે કે તમે કોઈ આત્મા, વચનથી કે, જાણે અમારા તરફથી આવ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 2:2
27 Iomraidhean Croise  

તમારામાં જે દૃઢ મનવાળા છે તેઓને, તમે સંપૂર્ણ શાંતિમાં રાખો, કેમ કે તે તમારા પર ભરોસો કરે છે.


દાઉદના વંશના રાજાને એ ખબર મળી કે, અરામ એફ્રાઇમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન અને તેના લોકોનાં મન જેમ વનનાં વૃક્ષો પવનથી કંપે એમ ગભરાયાં.


જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે, “હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.


કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.


પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધની અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.


તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.


જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ, કેમ કે આ બધું પ્રથમ હોવું જ જોઈએ; પણ એટલેથી અંત આવવાનો નથી.


‘તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો; તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.


હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ માનવજગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો; અને બીવા પણ દેશો નહીં.


તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દૃઢ રાખશે.


પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.


તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે.


તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ; કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.


કેમ કે આ વિપત્તિઓથી કોઈ ડગી જાય નહિ. તમે પોતે જાણો છો કે તેને સારુ આપણે નિર્મિત થયેલા છીએ.


કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાના સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.


કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે.


માટે, ભાઈઓ, અડગ રહો, અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્રદ્વારા મળ્યું છે તે પ્રમાણે ચાલો.


હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.


હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને સળગતા ગંધકની સરોવરમાં, જીવતા જ ફેંકવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan