૨ શમુએલ 6:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 દાઉદ પણ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા ઘરે આવ્યો. દાઉદની પત્ની શાઉલની દીકરી મિખાલ દાઉદને મળવાને બહાર આવી. અને તેની મશ્કરી કરતાં કહ્યું કે, “આજે ઇઝરાયલનો રાજા કેવો સન્માનનીય લાગતો હતો! જાણે કોઈ હલકો માણસ મર્યાદા મૂકીને નિર્વસ્ત્ર થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નિર્વસ્ત્ર થયો હતો!” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પછી દાઉદ પોતાના ઘરનાં માણસોને આશીર્વાદ આપવા પાછો આવ્યો. અને શાઉલની દીકરી મીખાલે દાઉદને મળવા બહાર આવીને કહ્યું, “આજે ઇઝરાયલના રાજા કેટલા મહિમાવંત દેખાતા હતા! [કેમ કે] જેમ કોઈ હલકો માણસ નિર્લજ્જતાથી નવસ્ત્રો થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નવસ્ત્રા થયા.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 તે પછી દાવિદ પોતાને ઘેર કુટુંબને આશિષ આપવા ગયો ત્યારે મીખાલ તેને મળવાને બહાર આવી. તેણે કહ્યું, “ઇઝરાયલનો રાજા આજે કેવો માનવંતો લાગતો હતો! કોઈ નિર્લજ્જ માણસ પોતાને નગ્ન કરે તેમ પોતાના અધિકારીઓની દાસીઓ સમક્ષ તેણે પોતાને આજે નગ્ન કર્યો.” Faic an caibideilપવિત્ર બાઈબલ20 જયારે દાઉદ પોતાનાં કુટુંબીજનોને આશીર્વાદ આપવા પોતાને ઘેર પાછો આવ્યો ત્યારે શાઉલની દીકરી મીખાલ તેને મળવા સામે આવી, અને બોલી, “ઇસ્રાએલનો રાજા આજે તમે જેમ કોઇ મૂર્ખ પોતાના વસ્ત્રો કાઢી નાખે તેમ તમે તમાંરી દાસીઓની સામે આજે નવસ્ત્રો થઇને કેટલા ઉમદા દેખાતાં હતાં.” Faic an caibideil |