Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 4:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 શાઉલના દીકરા યોનાથાનને એક દીકરો હતો તે પગે અપંગ હતો. જયારે શાઉલ તથા યોનાથાન વિષેની ખબર યિઝ્રએલથી આવી ત્યારે તે પાંચ વર્ષનો હતો. તેને સાચવનારી તેને લઈને દોડી ગઈ હતી. જયારે તે દોડતી હતી, ત્યારે યોનાથાનનો દીકરો પડી ગયો અને તે અપંગ થઈ ગયો હતો. તેનું નામ મફીબોશેથ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હવે શાઉલના સદિકરા યોનાથાનને એક દિકરો હતો, તે લંગડો હતો. જ્યારે શાઉલ તથા યોનાથાન વિષેની ખબર યિઝ્રએલથી આવી, ત્યારે તે પાંચ વર્ષનો હતો, ને તેની સંભાળનારી તેને લઈને નાસી જવા દોડી. અને એમ બન્યું કે તે ઉતાવળે દોડતી હતી, તેથી તે પડી ગયો, ને લંગડો થયો. તેનું નામ મફીબોશેથ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 શાઉલનો બીજો એક વંશજ યોનાથાનનો પુત્ર મફીબોશેથ હતો. તે અપંગ હતો. શાઉલ અને યોનાથાન માર્યા ગયા ત્યારે તે પાંચ વર્ષનો હતો. યિભયેલ નગરથી તેમના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે મફીબોશેથને સાચવનારી દાસી તેને લઈને નાઠી, પણ તે એવી ઉતાવળમાં હતી કે તેના હાથમાંથી તે પડી ગયો અને તેથી તે અપંગ થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 શાઉલના પુત્ર યોનાથાન, યોનાથાનનો પુત્ર મફીબોશેથ લંગડો હતો. જ્યારે યુદ્ધમાં શાઉલ અને યોનાથાન મરી ગયા, તે સમયે તે પાંચ વરસનો હતો. જ્યારે યિઝએલથી શાઉલ અને યોનાથાનના મૃત્યુના સમાંચાર તેની આયાને મળ્યા ત્યારે ઉતાવળે તેને ઉપાડીને ભાગી નીકળી હતી, પરંતુ ભાગતી વખતે અકસ્માંતથી તેનાથી છોકરો પડી ગયો અને બન્ને પગે લંગડો થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 4:4
10 Iomraidhean Croise  

પણ શાઉલના દીકરા યોનાથાન તથા દાઉદની વચ્ચે ઈશ્વરના જે સમ હતા, તેને કારણે રાજાએ શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથને બચાવ્યો.


મફીબોશેથ યરુશાલેમમાં રહેતો હતો, તે હંમેશાં રાજાની મેજ પર જમતો હતો, તે બન્ને પગે અપંગ હતો.


તેથી રાજાએ કહ્યું કે, “શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે જેઓનાં પર હું ઈશ્વરની દયા દર્શાવું?” સીબાએ રાજાને કહ્યું કે, “યોનાથાનનો એક દીકરો મફીબોશેથ હયાત છે, જે પગે અપંગ છે.”


તેથી શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, “મફીબોશેથ.” તેણે ઉત્તર આપ્યો કે, “જુઓ હું તમારો ચાકર છું!”


પણ હદાદ, તે વખતે બાળક હતો, તે તેના પિતાના કેટલાક ચાકરોમાંના અદોમી માણસોની સાથે મિસર ભાગી ગયો હતો.


યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,


યોનાથાનનો દીકરો મરીબ્બાલ હતો. મરીબ્બાલનો દીકરો મિખા હતો.


હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યોને અફેક આગળ એકત્ર કર્યાં; ઇઝરાયલીઓએ યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે છાવણી કરી.


તેથી દાઉદ તથા તેના માણસો પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે વહેલી સવારે ઊઠ્યા. પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી.


Lean sinn:

Sanasan


Sanasan