Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 આબ્નેરના મરણનો દોષ યોઆબના શિરે તથા તેના પિતાના કુટુંબનાં બધાને શિરે છે. તેઓના ઘરના લોકો રક્તસ્રાવ અને કુષ્ટરોગના ભોગ બનશે. તેઓ અપંગ થશે અને તલવારથી મરશે. ઘરમાં અનાજની તંગી રહેશે. આ બધાં શાપ લાગશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તેનો દોષ યોઆબને શિર તથા તેના પિતાના આખા કુટુંબને શિર હો. અને સ્‍ત્રાવવાળો, કે કોઢિયો, કે લાકડીએ ટેકનાર, કે તરવારથી પડનાર, કે રોટલીની અછતવાળો, યોઆબના કુટુંબમાંથી કદી ખૂટો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 એના ખૂનની સજા યોઆબ અને તેના આખા કુટુંબ પર આવી પડો. એની સર્વ પેઢીમાં કોઈક ને કોઈક એવો માણસ હોય કે જેને પરમિયો કે રક્તપિત્તનો રોગ હોય અથવા જે માત્ર સ્ત્રીનું જ કામ કરવા યોગ્ય હોય અથવા તે યુદ્ધમાં મરી જાય અથવા તેની પાસે પૂરતું ખાવાનું ન હોય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 તે માંટે યોઆબ અને તેનું કુટુંબ દોષિત છે, જે માંટે તેનાં સંતાનોને ઘાતકી રોગ થશે. અથવા રકતપિત્તના ભોગ બનશે અથવા અપંગ થશે અથવા ભૂખમરાથી મૃત્યુ પામશે કે પછી તરવારના ઘાથી મૃત્યુ પામશે!”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:29
18 Iomraidhean Croise  

પછી દાઉદે તેને કહ્યું કે, “તેનું લોહી તારે માથે. કેમ કે તેને મુખે જ તેની વિરુદ્ધ સાક્ષી આપી હતી. અને કહ્યું કે, “ઈશ્વરના અભિષિક્તને મેં મારી નાખ્યો છે.”


શાઉલ, કે જેની જગ્યાએ તેં રાજ કર્યું છે, તેના કુટુંબનાં સઘળાંના લોહીનો બદલો ઈશ્વરે તારી પાસેથી લીધો છે. ઈશ્વરે તારા દીકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. તારી દુષ્ટતામાં તું પોતે સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે.”


દાઉદે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું,” નેરના દીકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય ઈશ્વરની આગળ સદાકાળ સુધી નિર્દોષ છીએ.


અરામના રાજાનો સેનાપતિ નામાન તેના માલિકની આગળ મોટો અને આદરણીય માણસ હતો. કારણ કે, યહોવાહે તેની મારફતે અરામને વિજય અપાવ્યો હતો. તે બળવાન, હિંમતવાન માણસ હતો. પણ તેને કુષ્ઠ રોગની બીમારી હતી.


માટે હવે નામાનનો કુષ્ઠ રોગ તને તથા તારા વંશજોને લાગુ પડશે અને તે કાયમ રહેશે. “તેથી ગેહઝી હિમ જેવો કુષ્ઠ રોગી થઈ ગયો. અને તેની હજૂરમાંથી જતો રહ્યો.


હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ; હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.


પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માણસે તેને માર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધીની સારવારની તથા અન્ય જવાબદારી મારનારની રહે.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે કોઈ માણસને તેના શરીરમાં સ્રાવનો રોગ હોય, ત્યારે તે માણસ અશુદ્ધ ગણાય.


એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી.


ત્યાંના વતનીઓએ તે પ્રાણીને તેના હાથ પર લટકતો જોઈને એક બીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.


ત્યારબાદ તે નગરના વડીલો કે જેઓ પેલી લાશની સૌથી નજીક રહે છે, તેઓ ખીણમાં ગરદન ભાગી નાખેલી વાછરડી પર પોતાના હાથ ધોઈ નાખે.


કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે; તેઓ તેને માટે લાયક છે.’”


ઈશ્વરે આ કર્યું જેથી યરુબાલના સિત્તેર દીકરા પર જે જુલમ ગુજારાયો હતો તેનો બદલો લેવાય અને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મૂકાય; આમાં શખેમના માણસો પણ જવાબદાર હતા કેમ કે તેઓએ તેને તેના ભાઈઓનું ખૂન કરવામાં મદદ કરી હતી.


Lean sinn:

Sanasan


Sanasan