Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે શાઉલના લોકો તથા દાઉદના લોકોની વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાઉદ વધારે બળવાન થતો ગયો, પણ શાઉલ અને તેના લોક નબળા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે શાઉલના કુટુંબ તથા દાઉદના કુટુંબની વચ્ચે લાંબી મુદત સુધી વિગ્રહ ચાલ્યો; અને દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો, પણ શાઉલનું કુટુંબ તો વધારે ને વધારે નબળું થતું ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 શાઉલના કુટુંબને ટેકો આપનાર લશ્કરી દળો અને દાવિદના કુટુંબને ટેકો આપનાર લશ્કરી દળો વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાવિદનું કુટુંબ બળવાન થતું ગયું અને શાઉલનું કુટુંબ નિર્બળ થતું ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 શાઉલ અને દાઉદના કુળ વચ્ચે લાંબો સમય યુદ્ધ ચાલ્યું. દાઉદ વધુ અને વધુ બળવાન થતો ગયો, જયારે શાઉલનું કુળ નબળામાં નબળું થતું ગયું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:1
26 Iomraidhean Croise  

તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે.”


તે દિવસે ઘણું તીવ્ર યુદ્ધ થયું અને આબ્નેર તથા ઇઝરાયલી માણસોનો દાઉદના ચાકરો આગળ પરાજય થયો હતો.


પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, તેના સર્વ માણસોએ ઇઝરાયલની પાછળ પડવાનું અટકાવી દીધું. અને તેઓએ લડાઈ કરવાનું બંધ કર્યું.


તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે. વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે. જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.


દાઉદના લોક અને શાઉલના લોક વચ્ચે વિગ્રહ ચાલતો હતો તે દરમિયાન આબ્નેર શાઉલના પક્ષ માટે મજબૂત બન્યો.


દાઉદ અધિકાધિક મહાન થતો ગયો કેમ કે સર્વ શક્તિમાન સૈન્યોના ઈશ્વર, તેની સાથે હતા.


રહાબામ અને યરોબામના કુટુંબ વચ્ચે સતત વિગ્રહ ચાલ્યા કરતો હતો.


ઇઝરાયલના રાજા બાશા અને આસા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત લડાઇ ચાલ્યા કરી.


યહૂદિયાના રાજા આસા અને ઇઝરાયલના રાજા બાશા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત વિગ્રહ ચાલ્યા કર્યો.


દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.


દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે: પ્રથમજનિત આમ્નોન, અહિનોઆમ યિઝ્રએલીથી; બીજો દાનિયેલ, અબિગાઈલ કાર્મેલીથી;


પછી હામાને પોતાની પત્ની ઝેરેશને અને બધાં મિત્રોને જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે તેની પત્ની ઝેરેશે અને તેના મિત્રમંડળે તેને કહ્યું “મોર્દખાય કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો એક યહૂદી વંશનો હોય, તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ ચોક્કસ તું નાશ પામીશ.”


મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયેલો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.


છતાંય સજ્જન પુરુષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો રહેશે.


જો કે તારી શરૂઆત નહિ જેવી હતી. તોપણ આખરે તે તને બહુ સફળ કરત.


તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.


તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે.


તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે.


કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી.


કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે.


મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.


Lean sinn:

Sanasan


Sanasan