Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 સરુયાનો દીકરો યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તે તેના ભાલાથી ત્રણસો માણસો સામે લડ્યો અને તેઓને મારી નાખ્યા. તે ત્રણેમાં તેનો ઉલ્લેખ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 સરુયાનો દિકરો, યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તેણે પોતાનો ભાલો ત્રણસો માણસો સામે ઉઠાવીને તેમને મારી નાખ્યા, ને એ ત્રણેમાં નામના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 યોઆબનો ભાઈ અબિશાય (તેમની માતાનું નામ સરુયા હતું.) ત્રીસ શૂરવીરોના જૂથનો આગેવાન હતો. તે પોતાનો ભાલો લઈને ત્રણસો માણસો સાથે લડયો અને તેમને મારી નાખ્યા અને તે “ત્રીસ શૂરવીરોના જૂથ” ખ્યાતનામ થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યોઆબના ભાઈ સરૂયાનો પુત્ર અબીશાય ત્રણ શૂરવીરોમાં સૌથી વધારે શૂરવીર હતો. એક વખતે તેણે એકલા હાથે ત્રણસો માંણસોની સાથે યુદ્ધ કરી તેઓનો સંહાર કર્યો હતો. આ વીરતા ભરેલા કાર્યને લીધે આ ત્રણ શૂરવીરોમાં તે ખૂબ પ્રખ્યાત થયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:18
11 Iomraidhean Croise  

બાકીના સૈન્યને તેણે પોતાના ભાઈ અબિશાયના અધિકાર નીચે રાખ્યા, તેણે તેઓને આમ્મોનના સૈન્યની સામે યુદ્ધ માટે ગોઠવ્યા.


જયારે આમ્મોનીઓના સૈન્યએ જોયું કે અરામીઓ નાસી ગયા છે, ત્યારે તેઓ પણ અબિશાયની આગળથી નાસીને નગરમાં જતા રહ્યા. પછી યોઆબ આમ્મોનીઓ પાસેથી પાછો વળીને યરુશાલેમમાં પરત આવ્યો.


દાઉદે ત્રીજા ભાગના લોકોને યોઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યોઆબના ભાઈ સરુયાના દીકરા અબિશાયના હાથ નીચે અને ત્રીજા ભાગને ઇત્તાય ગિત્તીના હાથ નીચે સુપ્રત કર્યા. રાજાએ સૈન્યને કહ્યું “હું જાતે તમારી સાથે આવીશ.”


સરુયાના ત્રણ દીકરાઓ: યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ વન્ય હરણની માફક ઝડપથી દોડી શકતો હતો.


પણ યોઆબના હાથમાં તલવાર હતી તે વિષે અમાસાએ ધ્યાન ન આપ્યું. યોઆબે તેના પેટમાં તલવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડા બહાર આવી જમીન પર પડ્યાં, યોઆબે બીજો ઘા કર્યો નહિ કારણ કે અમાસા મરણ પામ્યો હતો. પછી યોઆબ અને તેના ભાઈ અબિશાય બિખ્રીના દીકરા શેબાની પાછળ પડયા.


શું તે ત્રણેમાં સૌથી શ્રેષ્ઠ ન હતો? એ કારણથી તેને તેઓનો સેનાપતિ બનાવવામાં આવ્યો હતો. તો પણ, તે પેલા ત્રણ સૈનિકોની સમાનતા કરી શકે તેવો ન હતો.


આમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોનના યુદ્ધમાં મારી નાખ્યો હતો. તેનું વેર વાળ્યું.


તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.


એકલા માણસને હરકોઈ હરાવે પણ બે જણ તેને જીતી શકે છે ત્રેવડી વણેલી દોરી સહેલાઈથી તૂટતી નથી.


Lean sinn:

Sanasan


Sanasan