Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 21:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાઉદની કારકિર્દી દરમ્યાન લગાતાર ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો, દાઉદે ઈશ્વરને પોકાર કર્યો. તેથી ઈશ્વરે કહ્યું, “શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે તારા રાજ્ય પર આ દુકાળ આવ્યો છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 દાઉદના દિવસોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિષે પૂછ્યું. યહોવાએ કહ્યું, “એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 દાવિદના અમલ દરમ્યાન ભયંકર દુકાળ પડયો અને તે સતત ત્રણ વર્ષ ચાલ્યો. તેથી દાવિદે તે વિષે પ્રભુને પૂછી જોયું. પ્રભુએ કહ્યું, “ગિબ્યોનીઓને મારી નાખવા બદલ શાઉલ અને તેના કુટુંબ પર ખૂનનો દોષ લાગેલો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દાઉદના શાસનકાળ દરમ્યાન ત્રણ વર્ષ સુધી દેશમાં દુષ્કાળ પડયો, આથી દાઉદે યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ જવાબ આપ્યો, “શાઉલ અને તેના ખૂનીઓના કુટુંબ આ કુળ માંટે કારણરુપ છે, કારણ તેણે ગિબયોનીઓની હત્યા કરી હતી.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 21:1
34 Iomraidhean Croise  

તે દેશમાં દુકાળ પડ્યો હતો. ભારે દુકાળ હોવાના કારણે ઇબ્રામ મિસરમાં રહેવા ગયો.


હવે ઇબ્રાહિમના સમયમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે ઉપરાંત તે દેશમાં બીજો દુકાળ પડ્યો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો.


સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યા, કેમ કે આખી પૃથ્વી પર સખત દુકાળ હતો.


બીજા લોકો કે જેઓ અનાજ વેચાતું લેવા આવેલા હતા તેઓની સાથે ઇઝરાયલના દીકરા પણ અનાજ માટે આવ્યા હતા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો.


કનાન દેશમાં ભયંકર દુકાળ તો વ્યાપેલો જ હતો.


શાઉલ, કે જેની જગ્યાએ તેં રાજ કર્યું છે, તેના કુટુંબનાં સઘળાંના લોહીનો બદલો ઈશ્વરે તારી પાસેથી લીધો છે. ઈશ્વરે તારા દીકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. તારી દુષ્ટતામાં તું પોતે સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે.”


ઈરા યાઈરી દાઉદનો મુખ્ય વહીવટી સેવક હતો.


પછી તેઓએ રાજાને કહ્યું, જે માણસ અમને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો, તથા ઇઝરાયલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય, એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રચતો હતો,


ઈશ્વરનો કોપ ફરીથી ઇઝરાયલ ઉપર સળગ્યો, તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની વસ્તી ગણતરી કર.”


પછી દાઉદે ઈશ્વરની સલાહ પૂછી કે, “શું હું પલિસ્તીઓ ઉપર હુમલો કરું? શું તમે તેઓ પર વિજય આપશો?” ઈશ્વરે દાઉદને કહ્યું કે, “હુમલો કર, હું નિશ્ચે તને પલિસ્તીઓ પર વિજય આપીશ.”


દાઉદે ફરી ઈશ્વરની સલાહ પૂછી અને ઈશ્વરે તેને કહ્યું, “તું આગળથી હુમલો કરીશ નહિ, પણ તેઓની પાછળ ચકરાવો ખાઈને શેતૂરવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર.


બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ.”


એલિયા આહાબને મળવા ગયો; એ સમયે સમરુનમાં સખત દુકાળ વ્યાપેલો હતો.


સમરુનમાં ભારે દુકાળ પડ્યો. અને જુઓ, ગધેડાનું માથું ચાંદીના એંશી સિક્કામાં વેચાતું હતું. કબૂતરની પા માપ વિષ્ટા ચાંદીના પાંચ સિક્કામાં વેચાતી હતી.


જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું, “ઊઠ, તું તારા કુટુંબનાં માણસોને લઈને ચાલી જા અને બીજા દેશમાં જ્યાં જઈને તારાથી રહેવાય ત્યાં રહે, કેમ કે, યહોવાહે દુકાળનો હુકમ કર્યો છે. દેશમાં સાત વર્ષ સુધી દુકાળ ચાલુ રહેશે.”


હું ઈશ્વરને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો; તમે મારી સાથે શા માટે તકરાર કરો છો તે મને બતાવો.


મારું હૃદય તમારા વિષે કહે છે કે, “તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!


સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”


જ્યારે તે મને પોકારશે, ત્યારે હું તેને ઉત્તર આપીશ. હું સંકટસમયે તેની સાથે રહીશ; હું તેને વિજય અપાવીને માન આપીશ.


જ્યારે હું તારા અનાજના પુરવઠાનો નાશ કરીશ ત્યારે દશ કુટુંબો માટે રોટલી શેકવા માટે ફક્ત એક ભઠ્ઠી પૂરતી થઈ પડશે; તેઓ તમને માપી તોલીને રોટલી વહેંચશે, અને તમે ખાશો પણ ધરાશો નહિ.


એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે.


પણ ઇઝરાયલના લોકો શાપિત વસ્તુ વિષે અપરાધ કરીને તે પ્રત્યે અવિશ્વાસુ સાબિત થયા. કેમ કે યહૂદાના કુળના ઝેરાહના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને શાપિત વસ્તુઓમાંથી કેટલીક લઈ લીધી. તેથી યહોવાહનો કોપ ઇઝરાયલના લોકો પર સળગી ઊઠ્યો.


અમે તેઓની સાથે જે કરીશું તે આ છે આપણે તેઓના સમ લીધાં છે તેના કારણે આપણી પર આવનાર કોપથી દૂર રહેવા, આપણે તેઓને જીવતા રહેવા દઈશું.”


જયારે ન્યાયીઓ ન્યાય કરતા હતા, તે દિવસોમાં દેશમાં દુકાળ પડયો. તેથી બેથલેહેમ યહૂદિયાના એક માણસ પોતાની પત્ની તથા બે દીકરાઓ સહિત મોઆબ દેશમાં જઈને ત્યાં વસવાટ કર્યો.


તે માટે લોકોએ ઈશ્વરને વધારે પ્રશ્નો પૂછ્યા કર્યા, “તે માણસ હજી અહીં આવ્યો છે કે નહિ?” ઈશ્વરે જવાબ આપ્યો, “તેણે પોતાને સામાનમાં સંતાડ્યો છે.”


કઈલાના માણસો શું મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યાં મુજબ શું શાઉલ અહીં આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, હું તમને આજીજી કરું છું, કૃપા કરી તમારા સેવકને જણાવો.” ઈશ્વરે કહ્યું, “તે ચઢાઈ કરશે.”


તેથી દાઉદે સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરીને તેમને પૂછ્યું, “હું જઈને આ પલિસ્તીઓ પર હુમલો કરું?” ઈશ્વરે દાઉદને કહ્યું, “જા અને પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.”


પછી દાઉદે ફરીથી ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેને જવાબ આપ્યો, “ઊઠીને, કઈલા પર આક્રમણ કર. હું તને પલિસ્તીઓની ઉપર વિજય અપાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan