૨ શમુએલ 20:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જયારે દાઉદ યરુશાલેમમાં તેના મહેલમાં આવ્યો, ત્યારે તેણે દસ ઉપપત્નીઓ જેઓને મહેલની સંભાળ રાખવા રહેવા દીધી હતી તેઓની મુલાકાત લીધી. રાજાએ તેઓની જરૂરીયાતો પૂરી કરી પણ તેમની સાથે દાંપત્ય વ્યવહાર રાખ્યો નહિ. તેથી તેઓ તેઓના મૃત્યુ પર્યંત સુધી પતિ હોવા છતાં વિધવાની જેમ મહેલમાં રહેવું પડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને દાઉદ યરુશાલેમમાં પોતાને ઘેર આવ્યો. અને રાજાએ જે દશ સ્ત્રીઓને, એટલે પોતાની ઉપપત્નીઓને, ઘર સંભાળવા માટે મૂકી હતી, તેમને પરહેજ કરી, તેઓના ભરણપોષણનો બંદોબસ્ત કર્યો, પણ તેઓની પાસે તે ગયો નહિ. એમ તેઓના મરણના દિવસ સુધી તેઓ કેદમાં વિધવાસ્થાનમાં રહી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 દાવિદ તેના રાજમહેલમાં આવ્યો એટલે તેણે તેની દસ ઉપપત્નીઓ જેમને તેણે રાજમહેલની સારસંભાળ માટે રાખી હતી તેમને સંરક્ષકોના પહેરા હેઠળ રાખી. તેણે તેમની જરૂરિયાતો પૂરી પાડી પણ તેમનો સમાગમ ન કર્યો. તેમના બાકીના જીવનમાં તેમને વિધવાઓની જેમ અલગ રાખવામાં આવી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 દાઉદ યરૂશાલેમમાં પોતાના મહેલમાં ગયો, ત્યાં તેને દસ ઉપપત્નીઓ હતી જેને મહેલને વ્યવસ્થિત રાખવા માંટે રાખી હતી અને મહેલનો ચોકીપહેરો કરવા રાખી હતી. તેણે તેમનું ભરણપોષણ કર્યું અને તેઓને ખોરાક અને કપડાં આપ્યા, પણ કદી તેમની સાથે સૂતો નહિ, તેના મૃત્યુ પર્યંત તેણે તેઓને છતે પતિએ વિધવાની જેમ મહેલમાં રાખી હતી. Faic an caibideil |