૨ શમુએલ 20:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અમાસા માર્ગની વચ્ચે લોહીથી અંદર તરબોળ થઈને પડેલો હતો. જયારે તે માણસે જોયું કે સર્વ લોકો હજુ પણ ઊભા છે ત્યારે તે અમાસાને માર્ગમાંથી ઊંચકીને ખેતરમાં લઈ ગયો. તેણે તેના પર વસ્ત્ર ઓઢાડ્યું. કેમ કે તેણે જોયું કે લોકો હજુ સુધી ત્યાં ઊભા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અમાસા તો રાજમાર્ગની વચ્ચે પોતાની લોહીની અંદર આળોટતો પડેલો હતો. અને તે માણસે જોયું કે, સર્વ લોક ત્યાં ઊભા રહે છે, ત્યારે તે અમાસાને રાજમાર્ગમાંથી ખેતરમાં લઈ ગયો, ને તેના પર એક વસ્ત્ર ઓઢાડ્યું, કેમ કે તેણે જોયું કે જે કોઈ તેની પાસે આવતો તે ત્યાંજ ઊભો રહેતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 લોહીથી તરબોળ અમાસાનું શબ રસ્તા વચ્ચે પડયું હતું. યોઆબના માણસે જોયું કે બધા ખચક્તા હતા. તેથી તે શબ રસ્તા પરથી ઢસડીને ખેતરમાં લઈ ગયો અને તેના પર ચાદર ઢાંકી. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પરંતુ લોહીથી તરબોળ અમાંસા વચ્ચે પડયો હતો. યોઆબના યુવાન સૈનિકે જોયું કે અમાંસાના શબને જોવા માંટે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, તેથી તેણે તેના શબને રસ્તા પરથી લઇને ખેતરમાં મૂક્યું અને તેના ઉપર ચાદર ઢાંકી દીધી. Faic an caibideil |