Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પણ અસાહેલે તે બાજુ તરફ વળવાનો ઇનકાર કર્યો, તેથી આબ્નેરે ભાલાનો ધારદાર હાથો તેના શરીરમાં ઘુસાડી દીધો, તે ભાલાનો હાથો શરીરની આરપાર નીકળ્યો. અસાહેલ નીચે પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો. જ્યાં અસાહેલ મરણ પામ્યો હતો ત્યાં તેના શબ પાસે જેઓ આવ્યા હતા તેઓ ત્યાં જ ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ તેણે બાજુ પર ફરી જવાનું માન્યું જ નહિ; તેથી આબ્નેરે ભાલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો; અને તે ત્યાં જ પડીને મરણ પામ્યો. અને એમ થયું કે અસાહેલ પડીને મરણ પામ્યો હતો તે જગાએ જેટલા માણસો આવ્યા, તે ત્યાં જ ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 પણ અસાહેલે તેનો પીછો કરવાનું પડતું મૂકાયું નહિ. તેથી આબ્નેરે પાછા ફરીને પોતાના ભાલાથી તેના પેટમાં ઘા કર્યો, જેથી ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો અને અસાહેલ જમીન પર પટકાઈને મરણ પામ્યો. તે પડયો હતો ત્યાં આવીને સૌ થંભી ગયા અને ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 છતાં અસાહેલે પાછા ફરવાનો ઇન્કાર કર્યો, એટલે આબ્નેરે ભાલાનો પાછલો છેડો તેના પેટમાં એટલા જોરથી માંર્યો કે તે શરીરમાં થઈને આરપાર નીકળ્યો. અસાહેલ જમીન પર ઢળી પડયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો, અસાહેલ જયાં મરેલો પડયો હતો ત્યાં જે કોઈ આવતા તે બધા ઊભા રહી જતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:23
7 Iomraidhean Croise  

પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પાછળ લાગ્યા. સૂર્યાસ્ત થવાના સમયે, તેઓ આમ્મા પર્વત, જે ગિબ્યોનના અરણ્યના માર્ગ પર ગીયાહ આગળ છે ત્યાં આવી પહોંચ્યા.


પણ યોઆબના હાથમાં તલવાર હતી તે વિષે અમાસાએ ધ્યાન ન આપ્યું. યોઆબે તેના પેટમાં તલવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડા બહાર આવી જમીન પર પડ્યાં, યોઆબે બીજો ઘા કર્યો નહિ કારણ કે અમાસા મરણ પામ્યો હતો. પછી યોઆબ અને તેના ભાઈ અબિશાય બિખ્રીના દીકરા શેબાની પાછળ પડયા.


આબ્નેર હેબ્રોનમાં પાછો આવ્યો, ત્યારે યોઆબ તેની સાથે એકાંતમાં વાત કરવા સારુ તેને દરવાજાની એક બાજુએ લઈ ગયો. અને યોઆબે ત્યાં તેના પેટમાં ખંજર ભોંકીને તેને મારી નાખ્યો. આ રીતે યોઆબે તેના ભાઈ અસાહેલના ખૂનનો બદલો લીધો.


આમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોનના યુદ્ધમાં મારી નાખ્યો હતો. તેનું વેર વાળ્યું.


જે સ્ત્રી તેના ઘરના દરવાજામાં ચોકી કરતી હતી તે ઘઉં સાફ કરતાં કરતાં ઊંઘી ગઈ હતી. રેખાબ અને બાનાહ ધીમેથી તેની પાસે થઈને સરકી ગયા.


દાઉદ રાજા અને તેના સૈન્યએ યરુશાલેમમાં જઈને તેના રહેવાસી યબૂસીઓ પર આક્રમણ કર્યું. તેઓએ દાઉદને કહ્યું, “તું અહીં આવી શકવાનો નથી, કેમ કે દ્રષ્ટિવિહીન તથા અપંગો પણ તને હાંકી કાઢી શકે તેમ છે. તું અહીં અંદર આવી શકશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan